Ahmedabad Gujarat News

AMCનો કોરોના દર્દીઓનું લિસ્ટ જાહેર ન કરવાનો નિર્ણય, જાણો શું છે કારણ?

AMCનો કોરોના દર્દીઓનું લિસ્ટ જાહેર ન કરવાનો નિર્ણય, જાણો શું છે કારણ?

અમદાવાદમાં કોરોનાનાં કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. અમદાવાદ શહેર દેશમાં ટોપ 10માં ત્રીજા સ્થાને છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં 709 સુપર સ્પ્રેડર ના કેસ પોઝિટિવ આવ્યા હતા. આ અંગેની સંપૂર્ણં માહિતી બહાર પાડવા માં આવી હતી. પરંતુ કેટલાક દિવસ થી કોર્પોરેશન દ્વારા યાદી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.

આમ તમારા વિસ્તારમાં કોઈ પોઝિટિવ કેસ આવ્યો છે કે નહીં જે જાણવું હવે મુશ્કેલ બન્યું છે. જેથી હવે શહેરના નાગરિકો ભગવાન ભરોસે છે. જો દર્દીઓની યાદી બહાર પાડવામાં આવે તો શહેરનાં નાગરિકો ને ક્યાં વિસ્તાર કે સોસાયટીમાં કેટલા કેસ આવ્યા છે તેની જાણકારી મેળવીને પોતે સાવચેત બની શકે. પરંતુ આ આંકડા કોર્પોરેશન હવે છુપાવી રહી હોય એમ લાગી રહ્યું છે.

અમદાવાદમાં કોરોના વાઈરસની પરિસ્થિતિ બેકાબુ બની રહી છે. ત્યારે શહેરમાં હવે કોરોના કેસ કોટ વિસ્તારમાં ઓછા અને પશ્ચિમ વિસ્તારમાં વધારો થવા લાગ્યો છે. તેમજ સુપર સ્પ્રેડરોના કેસો નો આંકડો વધી જતાં તંત્ર દ્વારા આ માહિતી અને યાદી આપવાનું બંધ કરી દીધું છે. કારણ એ પણ હોઈ શકે કે પશ્ચિમ વિસ્તારમાં કેસોનો વધારો થતાં આ નિર્ણય લેવામાં આવ્યો હોય.

સુપર સ્પ્રેડરના કેસોની સંખ્યામાં વધારો થતાં કોર્પોરેશન દ્વારા તમામ સુપર સ્પ્રેડરના ટેસ્ટ કરાવ્યા હતા. જેમાં કુલ 709 જેટલા સુપર સ્પ્રેડરના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે આ આંકડાને લઈને રાજ્ય સરકારના કેસોની યાદીમાં ગરબડ થઈ હતી. જેના કારણે વિવાદ પણ થયો હતો.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment