ટિપ્સ / શું આપ લોકડાઉન પછી કાર લઈને બહાર જવાનું વિચારી રહ્યા છો…

લોકડાઉન પછી કાર ચાલુ કરતા કારને અંદર અને બહારથી સેનિટાઇઝ કરો, ટાયરનું પ્રેશર ચકાસો

કોરોના વાઈરસના કારણે બે મહિનાથી લોકો ઘરમાં કેદ હોવાથી ગાડીઓ પણ લાંબા સમયથી બંધ પડી છે. જો કે, સરકારે જે ગાઈડલાઈન્સ બહાર પાડી છે તે અનુસાર 31 મે સુધી તો લોકડાઉન યથાવત રહેશે. જોકે સરકાર દ્વારા ધંધા રોજગાર ચાલુ કરવાની પણ મંજૂરી પણ આપી છે તેથી, જ્યારે હવે તમે તમારી ગાડી લઈને ક્યાંક જવાનું વિચારો તો તમારે કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું પડશે. જે અમને આપણે બાબતો જણાવી રહ્યા છીએ.

સૌપ્રથમ એન્જિન શરૂ કરતા પહેલા એન્જિન ઓઈલ અને લિક્વિડ કૂલેન્ટ ચોક્કસપણે તપાસી લો. આ માટે જો તમે કારને લાંબા સમય પછી સ્ટાર્ટ કરી રહ્યા છો તો થોડી મિનિટ માટે એન્જિન ચાલુ કરીને એમનેમ રહેવા દો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

બીજી સૌથી મહત્તવપૂર્ણ વસ્તુ ટાયરનું પ્રેશર છે. એ પણ ચેક કરી લો. જ્યારે તમે લાંબા સમય સુધી કાર બંધ રાખો તો ટાયરમાં હવાનું પ્રેશર ઓછું થઈ જાય છે અને આવું ખાસ કરીને ગરમીની સિઝનમાં થાય છે. જો વાહન એક જગ્યાએ લાંબા સમયથી ઊભું હોય તો ટાયરની તમામ હવા જતી રહે છે. અને કારનું વજન રિમને નુકસાન પહોંચાડી શકે છે. આ ઉપરાંત, કારના ટાયર પ્રેશરને પણ સમયાંતરે ચેક કરતા રહેવું જોઇએ.

જ્યારે વાહનને લાંબા સમય પછી ચાલુ કરવામાં આવે તો ધ્યાન રાખો કે લાઈટ, વિન્ડોઝ, વિન્ડસ્ક્રીન વાઈપર અને તમામ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ સારી રીતે ચેક કરી લો. આ જાણકારી કારની ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ પર ડિસપ્લે થાય છે. આ સાથે જ ડિસ્પ્લે પર દેખાતી વોર્નિંગ લાઈટ નું પણ ધ્યાન રાખો કારણ કે, કારના ઈન્ટિરિયરમાં કોઇપણ મુશ્કેલી આવે તો તે ડિસ્પ્લે કાર વોર્નિંગ લાઈટ અને સાઈન સાથે દેખાય છે.

આ ઉપરાંત, બ્રેકની સ્થિતિ અવશ્ય ચેક લો. આ કરવા માટે પહેલા થોડી સેકંડ માટે પેન્ડલ દબાવો અને ધ્યાન રાખો કે તે યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. અને કોઈ અવાજ નથી કરી રહ્યું ને. આ સાથે જ કોરોના વાઈરસથી પણ સાવધાન રહો. આ માટે કારને બહાર અને અંદર બધી જગ્યાએથી સેનિટાઇઝ કરો. એટલે સુધી કે કારના હેન્ડલ, સ્ટિયરિંગ વ્હીલ અને ગિયરશિફ્ટની પણ સફાઈ કરો. તેમજ, કારના ઈન્ટિરિયરનું પણ સંપૂર્ણ રીતે ધ્યાન રાખો અને કારના ડેશબોર્ડને પણ સમયાંતરે સેનિટાઈઝ કરતા રહો.

આપ આ માહિતી TheDigitalTrends ના માધ્યમથી વાંચી રહ્યા છો. આપને આ ઉપયોગી માહિતી ગમી હોય તો આપના મિત્રો સાથે પણ શેર કરો.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક| ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment