કોરોના અપડેટ / ગુજરાતમાં આજે નવા 405 કેસ, અમદાવાદમાં 310 કેસ

ગુજરાતમાં આજે નવા 405 કેસ, અમદાવાદમાં 310 કેસ

ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોના આકરો બની રહ્યો છે. રાજ્યમાં આજે છેલ્લા 24 કલાક માં 405 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અને 30 દર્દીના મૃત્યુ થયા છે. સાથે સાથે આજે સૌથી ચોંકવનારો આંકડો અમદાવાદ નો આવ્યો છે. આજે અમદાવાદમાં 310 પોઝિટિવ કેસ આવ્યા છે. તે અંગેની માહિતી આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ આપી છે.

30 મોતમાં 8 દર્દીના મોત કોરોનાથી તો 22 મોત કોરબીડીટી, હાઈરિસ્ક અને કોરોનાથી મોત થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 888 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે.

અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 6636 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

અમદાવાદમાં કોરોનાના ચોંકવનારો આંકડો

અમદાવાદમાં આજે 300 ને પાર આંકડો ગયો છે. આજે 310 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાજનક આંકડો કહી શકાય.

રાજ્યમાં કોરોનાના 109 દર્દીઓ વેન્ટિલેટર પર

આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 186361 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 14468 પોઝિટિવ આવ્યા છે તો 171893 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હાલ રાજ્યમાં કોરોનાના 109 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

જિલ્લોકેસ
અમદાવાદ310
સુરત31
વડોદરા18
સાબરકાંઠા12
મહેિસાગર7
ગાંધીનગર4
પંચમહાલ3
નર્મદા3
ભાવનગર2
આણંદ2
સુરેન્દ્રનગર2
અમરેલી2
રાજકોટ1
મહેસાણા1
બોટાદ1
ખેડા1
પાટણ1
વલસાડ1
નવસારી1
પોરબંદર1
અન્ય રાજ્ય1
કુલ405

લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment