ગુજરાતમાં નવા 394 કેસ, અમદાવાદમાં 28 મોત, જુઓ જિલ્લા પ્રમાણે આંકડા

ગુજરાતમાં નવા 394 કેસ, અમદાવાદમાં 28 મોત, જુઓ જિલ્લા પ્રમાણે આંકડા

કોરોના મહામારી નો ગુજરાતમાં કહેર વરસાવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 394 કેસ નોંધાતા કુલ કેસ 14000 નો આંકડો વટાવી ચુકી છે. જ્યારે 29 લોકોનાં મોત સાથે કુલ મૃત્યુઆંક 858એ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 14063 થઈ છે.

આજે પણ અમદાવાદમાં સૌથી વધુ 279 કેસ આવ્યા છે. સાથે સૌથી વધુ મોત પણ અમદાવાદમાં થયા છે, જેનો આંકડો 28 છે. અમદાવાદમાં કોરોના વાયરસના કુલ 10280 દર્દીઓની સામે માત્ર 5532 એક્ટિવ કેસ રહ્યા છે.

અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે અવસાન પામેલા લોકોની વિગત આપતા કોરોના વાયરસની સારવાર દરમિયાન , 24 કલાકમાં 29 દર્દીઓના મોત થયાં છે. આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 858 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે.

આરોગ્ય વિભાગે વધુમાં આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા, રાજ્યમાં કુલ 182868 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 14063 પોઝિટિવ આવ્યા છે તો , 168806 નેગેટિવ રિપોર્ટ આવ્યા છે. હાલ રાજ્યમાં કોરોનાના 67 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

છેલ્લા 24 કલાકમાં જિલ્લા પ્રમાણે આવેલા કોરોના કેસ ના આંકડા

અમદાવાદ279
સુરત35
વડોદરા30
ગાંધીનગર11
ભાવનગર1
આણંદ1
રાજકોટ5
અરવલ્લી1
મહેસાણા2
પંચમહાલ2
મહીસાગર2
ખેડા3
જામનગર1
સાબરકાંઠા14
દાહોદ4
વલસાડ1
અન્ય રાજ્ય2
કુલ394

લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment

close