ગુજરાત કોરોના / આજે રાજયમાં નવા 396 કેસ, અ’વાદમાં આંકડો 10 હજાર ને પાર

આજે રાજયમાં નવા 396 કેસ, અ'વાદમાં આંકડો 10 હજાર ને પાર

રાજ્યમાં કોરોનનો કહેર યથાવત છે. ત્યારે છેલ્લા 24 કલાક માં ગુજરાતમાં 396 નવા પોઝિટિવ કેસ આવ્યા છે. અને 27 લોકોના મોત થયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 289 દર્દીઓ કોરોના વાયરસના માંથી મુક્ત થતાં તેમને રજા આપવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં કુલ 6169 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 178068 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 13669 પોઝિટિવ જ્યારે 164399ના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.

અમદાવાદમાં કોરોનાના નવા 277 કેસ

એક બાજુ અમદાવાદની પરિસ્થિતિ માં કોઈ જ પ્રકાર નો સુધારો નથી જોવા મળી રહ્યો. આજે સૌથી વધુ અમદાવાદમાં 277 કેસ આવ્યા છે. ત્યારે બીજી બાજુ અમદાવાદમાં કોરોનાનો આંકડો 10 હજાર ને પાર થઈ ગયો છે. 829 કુલ મોત માં 669 માત્ર અમદાવાદમાં મોત, 80% મોત અમદાવાદમાં થયા છે.

અમદાવાદ કોરોના અપડેટ / શહેરમાં ક્યાં વિસ્તાર માં કેટલા કેસ, ડિસ્ચાર્જ, મોત

AMCનો કોરોના દર્દીઓનું લિસ્ટ જાહેર ન કરવાનો નિર્ણય, જાણો શું છે કારણ?

ગુજરાત માં આજે આવેલા કોરોના પોઝિટિવ કેસ ના આંકડા

અમદાવાદ277
સુરત29
વડોદરા35
ગાંધીનગર9
આણંદ3
રાજકોટ4
અરવલ્લી5
મહેસાણા4
મહીસાગર2
ખેડા2
પાટણ2
ગીર-સોમનાથ6
નવસારી1
જુનાગઢ8
પોરબંદર1
સુુરેન્દ્રનગર2
મોરબી1
તાપી3
અમરેલી2
કુલ396

લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment