India News

લોકડાઉનની દર્દનાક તસવીરો / ભીષણ ગરમીથી કફોડી હાલતમાં મજૂરોની સફર

લોકડાઉનની દર્દનાક તસવીરો / ભીષણ ગરમીથી કફોડી હાલતમાં મજૂરોની સફર

કહીં પર ભૂખમરી કી ધૂપ તીખી હો ગઈ શાયદ…
જો હૈ સંગીન કે સાયે કી ચર્ચા ઈશતહારો મેં…

45.2 ડિગ્રી તાપમાન સાથે રસ્તા પર કર્ફ્યુનો સન્નાટો છે. ત્યારે આવી સ્થિતિમાં પણ એક વૃદ્ધ દિવ્યાંગ બે ટાઈમનું ખાવાનું શોધવા માટે રોડ પર નીકળી પડયા હતા. વૃદ્ધ માણસ એક જ આશા એ સૂમસામ રોડ પર આગળ વધી રહ્યો હતો કે કદાચ કોઈક મદદ કરવાળું મળી જાય.

આ તસ્વીર બુધવાર ના દિવસની રાજસ્થાનના સિરોહીની છે. કેરળથી પ્રવાસીઓને લઈ જતાં પીંડવાડા રેલ્વે સ્ટેશન પર સ્પેશિયલ ટ્રેનમાં ઉતરનારા પ્રવાસીઓની ગરમીના કારણે ઘણી મુશ્કેલી પડી હતી. ટ્રેનમાં માતા સાથે બે બાળકો 44 ડિગ્રી ગરમીમાં ખુલ્લા પગે પ્લેટફોર્મ પર ચાલતા હતા. ગરમીના કારણે બળતા ચેહરાના હાવભાવ સ્પષ્ટ જણાઈ આવતા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

ઉપરની તસ્વીર રાંચીની છે. બુધવારે સવારે સાડા દસ વાગ્યે જયારે એક મજુર સ્પેશિયલ ટ્રેન ગોવાના કરમાલીથી હટિયા પહોંચી, ત્યારે જાણવા મળ્યું કે એસ -15 માં મુસાફરી કરી રહેલા 19 વર્ષિય યુવાનનું મોત નીપજ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે મંગળવારે રાત્રે બિલાસપુર નજીક યુવાનની તબિયત લથડી હતી. રાત્રે 1 વાગ્યાની આસપાસ તેમનું અવસાન થયું હતું. બિલાસપુરથી હટિયા વચ્ચે ટ્રેન 70 સ્ટેશનોને પાર કરી ગઈ હતી, કોઈએ ટ્રેન રોકી ન હતી અને પ્રશાસનને પણ આ વાતની જાણ કરાઈ ન હતી.

બીકાનેરનું લાલગઢ રેલ્વે સ્ટેશન છે. જ્યા મજૂરોએ પલટફોર્મ પર બિહારના મધુબાની જવા માટે એક વિશેષ તૈયારી કરી હતી. ટ્રેન તરફ આગળ વધી રહેલા યુવકને ખભે એક કોથળા જેવી બેગ ઉપાડી હતી. યુવકને પૂછવામાં આવ્યું ક્યાં જાવ છો? યુવકે કોઈ જ વિચાર કર્યા વગર કહ્યું – મારા દેશ.

રાયપુરના ટાટીબંધમાં એક મજૂરની હત્યા કરાઈ દેવાઈ હતી. હીફાજુલ રહેમાન 29 વર્ષનો યુવાન હતો. ઈદના દિવસે મુંબઈથી બસ લઈને હાવડા જવા નીકળ્યો હતો. અને છત્તીસગઢ સરહદ પર બસ બદલીને રાયપુર પહોંચ્યો હતો. 44-45 ડિગ્રીમાં મુસાફરી કર્યા બાદ તે થાકી ગયો હતો. જ્યારે રાયપુર પહોંચ્યો તો પહેલા રોડ પર બેસી ગયો હતો. પછી માથું પકડીને સૂઈ ગયો. તે બાદ તે ઉઠી શક્યો નહિ. આ દરમિયાન પોતાના મિત્રોને પૂછતો રહ્યો- ભાઈ, ઘરે ક્યારે પહોંચીશું.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

તસ્વીર ઝારખંડના ગુમલાની છે. નેપાળના પરાસી જિલ્લામાં ઈંટના ભઠ્ઠામાં 23 મેના રોજ સિસઈના એક મજૂરે જીવ ગુમાવ્યો. 22 મેના રોજ તેની તબિયત લથડી હતી. નાનો ભાઈ વિનોદ ઉરાંવ અને અન્ય સાથી 23 મેના રોજ હોસ્પિટલમાં ગયા, પણ બરાબર સારવાર મેળવી શક્યા નહીં. અને અંતે તેનું મોત નીપજ્યું હતું. ખડ્ડીની લાશ સિસઈના તેના ગામ ચારડા લાવવી શક્યા નહોતા. આથી નાના ભાઈએ નેપાળમાં જ અંતિમ સંસ્કાર કર્યા. ખડ્ડીની પત્ની અને બાળકો છેલ્લે છેલ્લે જોઈ પણ શક્યા ન હતા. ભાઈ બાસુદેવે જણાવ્યું કે ગામમાં પરિવારે માટીનું પુતળું બનાવ્યું અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું.

બુધવારે રાજસ્થાન સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભારે અગ્નિ વર્ષા થઈ રહી હતી. રાજસ્થાનનાં ચુરુમાં બીજા દિવસે પણ તાપમાન 50 ડિગ્રીની હતું. ચુરુ વિશ્વનું બીજું સૌથી ગરમ શહેર બન્યું, પરંતુ દેશના સૌથી ગરમ શહેરોમાં સ્થાન મેળવ્યું. સાથે રસ્તાઓનો ડામર પણ ઓગળવા લાગ્યો હતો.

તસ્વીર રાજસ્થાનના બાંસવાડા જિલ્લાની છે. જ્યાં ચાર દિવસ પહેલા 65 વર્ષીય વનીતા ભાવસાર નામના કોરોનાથી સંક્રમિત મહિલાનું મોત નીપજ્યું હતું. મેડિકલ પ્રોટોકોલ મુજબ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. કોરોના વાયરસના મૃત્યુથી મહિલાના પરિવારને ભારે પીડા થઈ છે. ન કાંધ, ન મુખાગ્નિ. મૃતદેહ સીધા હોસ્પિટલમાંથી પેકિંગ કરી પ્લાસ્ટિકની કીટમાં કાગડી સ્મશાન લાવવામાં આવ્યો હતો. પરિવારે 100 ફૂટ દૂરથી દર્શન કર્યા. મહિલાનો પુત્ર, જે કુવૈતમાં છે, તે આવી શક્યો ન હતો. આવી સ્થિતિમાં, મોટા દીકરા એ અંતિમ દર્શનના નામે વીડિયો કોલથી જ્વાળા બતાવવામાં સમર્થ હતો.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક| ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment