ગુડ ન્યૂઝ: દુનિયાના આ 25 દેશો જે કોરોના મુકત બન્યા

25 Countries Free From Coronavirus Pandemic

કોરોના વાયરસનો ખોફ દુનિયાભરમાં છે ત્યારે 4લાખથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે 73 લાખથી વધુ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ બધાની વચ્ચે એક સારા સમાચાર એ પણ આવ્યા છે કે, વિશ્વના 25 દેશો જે કોરોના મહામારીથી સંપૂર્ણ મુકત બન્યા છે.

તાજેતરમાં જ ન્યુઝીલેન્ડ પણ કોરોના વાયરસથી મુકત થયું છે, ત્યારે યાદીમાં આ દેશનો પણ સમાવેશ થયો છે. જ્યાં કોરોના વાયરસનો છેલ્લો દર્દી સ્વસ્થ થઈ જતા તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો.

કોરોના સંકટમાં ગુજરાત માટે મોદી સરકારનો મોટો નિર્ણય, જાણો અત્યારે જ

ગૂગલ મેપ કોરોના સંક્રમિત વિસ્તારોમાં ટ્રાવેલ કરતા પહેલાં કરશે અલર્ટ

આ 25 દેશોમાં હવે કોરોના વાયરસનો એક પણ એક્ટિવ કેસ નથી. જોકે આ દેશોમાં ફરી સંક્રમણ ના ફેલાય તે માટેના તમામ જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ દેશોમાં કોરોના વાયરસ નાબૂદ થતાં વિશ્વના અન્ય દેશોએ પણ તેમની લડત વધુ તીવ્ર બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

આ 25 દેશ જે કોરોના થી મુક્ત થયા

1. ન્યૂઝીલેન્ડ
2. પાપુઆ ન્યૂ ગિની
3. સેશેલ્સ
4. ફીજી
5. ત્રિનિદાદ અને ટોબેગો
6. લાઓસ
7. વેટિકન સિટી
8. ગ્રીનલેન્ડ
9. મકાઓ
10. મૉન્ટેંનેગ્રો
11. એરિટ્રિયા
12. બ્રિટિશ વર્જિન ટાપુઓ
13. ફોકલેન્ડ આઇલેન્ડ
14. સેન્ટ પિયર અને મીક્વેલન
15. એન્ગ્યુલિયા
16. સેન્ટ બાર્થ
17. કેરેબિયન નેધરલેન્ડ્સ
18. મોન્ટસેરાટ
19. ટકર્સ અને સાયકોજ
20. સેન્ટ કીટ્સ અને નેવિસ
21. તિમોર લેસ્ટે
22. ફ્રેન્ચ પોલિનેશિયા
23. અરુબા
24. ફેરો આઇલેન્ડ
25. આઇલ ઓફ મેન

કોરોના વાયરસ ડેટા મોનિટરિંગ વેબસાઇટ વર્લ્ડમીટર અનુસાર, બુધવાર સવાર સુધી 73.16 લાખ લોકોને વિશ્વમાં કોરોના રોગનો ચેપ લાગ્યો છે. તેમજ કોરોનાના ચેપથી 413,627 લોકો મૃત્યુ પામ્યા છે. કોરોના વાયરસથી સાજા થતાં દર્દીઓની સંખ્યા પણ વધીને 3,602,502 થઈ ગઈ છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment