Business

Income Taxને લઈને થયા 6 મોટા ફેરફાર, જાણવા જરૂરી છે

There have been 6 major changes to Income Tax

હાલ ના સમયમાં દરેકને ટેક્સની ચિંતા થઈ રહી છે. સૌથી વધુ ટેન્શન નોકરીયાત વર્ગમાં જોવા મળી રહી છે. કોરોના લોકડાઉનમાં ઘણા બધા લોકો ટેક્સ ભરવાને લઈને ચિંતા કરી રહ્યા છે, કેમકે ઘણી વખત સરકારે છેલ્લી તારીખ આગળ વધારી પણ દીધી છે.

એવામાં કેટલાક લોકો એ વાતને લઈને કન્ફ્યુઝનમાં છે કે ટેક્સ ભરવાની છેલ્લી તારીખ કઈ છે. આપણે જણાવી દઈએ કે ગત દિવસોમાં ઈન્કમ ટેક્સને લઈને જાહેરાતો પણ થઈ અને ફેરફારો પણ થયા. તો આવો આજે અમે આપણે કઈ તારીખોમાં શુ ફેરફાર કરવામાં આવ્યો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

નાણાકીય વર્ષ 2018-19 માટે ઓરિજનલ કે રિવાઈઝ Income Tax રિટર્ન ફાઈલ કરવાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે હવે 31 જુલાઈ 2020 કરી દેવાઈ છે. પહેલા તેની છેલ્લી તારીખ 30 જૂન હતી.

નાના અને મધ્યમ ટેક્સપેયર્સને રાહત આપતા આવકવેરા વિભાગે 1 લાખ રૂપિયા સુધીના ટેક્સ પેયર્સના સેલ્ફ અસેસમેન્ટ ટેક્સની ચૂકવણી કરવા માટેની તારીખ માં ફેરફાર કરવામાં આવ્યો છે. નવી તારીખ 30 નવેમ્બર 2020 કરી દેવામાં આવી છે.

નાણાકીય વર્ષ 2019-20 માટે ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તારીખને 30 નવેમ્બર 2020 કરી દેવાઈ છે. તેનો અર્થ એ કે 31 જુલાઈ અને 31 ઓક્ટોબર 2020 સુધી રિટર્ન ફાઈલ કરવાનું હતું, તેને હવે 30 નવેમ્બર સુધીમાં ફાઈલ કરી શકાશે.

ટૂંક સમયમાં વ્હોટ્સએપમાં આ નવા ફીચરનો ઉમેરો થશે, જાણો ફીચર વિશે

તે ઉપરાંત સેક્શન 80સી, 80ડી વગેરે અંતર્ગત ટેક્સ સેવિંગ અને ઈન્વેસ્ટમેન્ટની છેલ્લી તારીખ પણ 31 જુલાઈ 2020 કરી દેવામાં આવી છે. આ પહેલા તેની છેલ્લી તારીખ 30 જૂન હતી.

આવકવેરા વિભાગ તરફથી ટીડીએસ કાપવાના સર્ટિફિકેટ એટલે કે ફોર્મ 16 અને ફોર્મ 16એ રિલીઝ કરવાની છેલ્લી તારીખને વધારીને 15 ઓગસ્ટ 2020 કરી દેવાઈ છે.

પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક કરવાની તારીખ પણ વધારીને 31 માર્ચ 2021 કરી દેવાઈ છે. પહેલા તેની સમય મર્યાદા 30 જૂન 2020 સુધીની હતી. જો પાનકાર્ડ અને આધારકાર્ડ સમય પહેલા લિંક નહીં કરાય તો પાન કાર્ડ નકામુ બની જશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment