India News

બાબા રામદેવનો દાવો, કોરોનાની પ્રથમ આયુર્વેદિક દવા કોરોનિલ તૈયાર

Baba Ramdev Launches First Ayurvedic Medicine Coronil for Coronavirus

યોગગુરુ બાબા રામદેવે મંગળવારે આયુર્વેદિક દવાથી કોરોનાની સારવાર કરવાનો દાવો કર્યો છે. આ આયુર્વેદિક દવા કોરોનિલ (Coronil) છે જે આજે લોન્ચ કરવામાં આવી છે. તેનું નિર્માણ પતંજલિ યોગપીઠ દ્વારા કરવામાં આવ્યું છે. બાબા રામદેવે કહ્યું કે, પતંજલિએ ગિલોય, અશ્વગંધા જેવા ઔષધિઓમાંથી કોરોનાની સંશોધન આધારિત દવા તૈયાર કરી છે. આ દવા મંગળવારથી જ માર્કેટમાં ઉતારી દીધી હોવાનો દાવો કરાયો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

આ દવા પતંજલિ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ અને નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, જયપુરે મળીને બનાવી છે. કંપનીનો દાવો છે કે ‘કોરોનિલ’ ક્લિનિકલ કન્ટ્રોલ ટ્રાયલ અંતિમ તબક્કામાં છે. હાલમાં તેનું પ્રોડક્શન હરિદ્વારની દિવ્ય ફાર્મસી અને પતંજલિ આયુર્વેદ લિમિટેડ કરી રહ્યા છે.

Advertisement

ટ્રમ્પે ભારતને આપ્યો મોટો આંચકો! H-1B વીઝા પર પ્રતિબંધ મુક્યો

સુરક્ષા એજન્સીઓએ આ ચાઈનીઝ એપને જોખમી ગણાવી, આ રહ્યું લિસ્ટ

યોગગુરુ બાબા રામદેવે દાવો કર્યો છે કે આ ડ્રગના ક્લિનિકલ કેસ સ્ટડીમાં 280 દર્દીઓનો સમાવેશ કર્યો છે. 100 જેટલા લોકો પરઆ ક્લિનિકલ કંટ્રોલ ટ્રાયલ્સ થયા હતા. જેમાંથી 3 દિવસની અંદર 69% દર્દીઓ કોરોના પોઝિટીવમાંથી નેગેટીવ થયા હતા. જ્યારે 100% દર્દીઓ 7 દિવસની અંદર સાજા થઈ ગયા હતા.

બાબા રામદેવે લોન્ચ કરેલી કોરોના કીટમાં કોરોનિલ ઉપરાંત ઈન્હેલર તેલ અને અણુ તેલ પણનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રણેયનો એક સાથે ઉપયોગ કરવાથી કોરોના સંક્રમણને દૂર કરી શકાય છે અને રોગને અટકાવી શકાય છે. આ દવા દિવસમાં સવારે અને સાંજે એમ બે વખત  લઈ શકાય છે.

રામદેવે કહ્યું કે શરીરમાં ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસારી આપવાથી ફાયદો થશે. તે શરદી, ઉધરસને પણ એકસાથે મટાડે છે. અણુ તેલ નાકમાં નાખવામાં આવે છે અને તે કોરોના સામે રક્ષણ આપે છે.

બાબા રામદેવની કોરોના સામેની દવા કોરોનિલ (Coronil) દવાની કિટની કિંમત માત્ર રૂપિયા 545 રૂપિયા છે. યોગગુરુ રામદેવે જણાવ્યું કે, આગામી સોમવારે OrderMe નામથી એક એપ્લિકેશન લોન્ચ કરી રહ્યા છે. આ એપ્લિકેશન દ્વારા લોકો ઘરે બેઠા કોરોનાની દવા ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવી શકાશે. આ સાથે જ શ્વસારિ વટી નામની ટેબલેટ પણ પતંજલિ વેચશે. શ્વસારિ વટી કફ બનતા રોકે છે સાથે જ તે શરીરમાં બનેલા કફને ખતમ કરીને ફેફસાનો સોજો ઓછો કરો છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment