Entertainment India News

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી

બોલિવૂડ ના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આપઘાતથી ખળભળાટ, ગયા સપ્તાહે મેનેજર દિશાએ આત્મહત્યા કરી હતી.

હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. રાજપૂતે પોતાના ફ્લેટમાં બેડરૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. 34 વર્ષીય સુશાંતે આત્મહત્યા કેમ કરી તેને લઈ હજી સુધી કોઈ કારણ સામે આવ્યું નથી.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંઘ ધોનીની બાયોપિક ઘોની અને તાજેતરમાં આવેલી છિછોરે સહિતની ફિલ્મોમાં કામ કરનાર રાજપૂતની ગણના બોલીવૂડના સફળ અભિનેતાઓમાં થતી હતી. સુશાંતસિંહ રાજપૂત ટીવી સીરિયલમાંથી ફિલ્મોમાં આવ્યો હતો અને પોતાની ઓળખ બનાવી હતી.

Advertisement

હજુ થોડા દિવસ પૂર્વે જ સુશાંતની પૂર્વ મેનેજર દિશા સાલિયાને આપઘાત કરી લીધો હતો. તેઓ ફિલ્મ ‘કાઇપો છે’માં લીડ રોલમાં દેખાયો હતો. શુદ્ધ દેશી રોમાંસ, એમએસધોની: ધ અનટોલ્ડ સ્ટોરી, કેદારનાથ જેવી બોલિવૂડ ફિલ્મો કરનાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાએ બિલ્ડીંગ પરથી કૂદકો મારીને આત્મહત્યા કરી હતી.

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ટેલિવિઝન માં વિશ્વનો ખુબ જ લોકપ્રિય ચહેરો હતો. 2008 થી 2011 ની વચ્ચે તેણે “કિસ દેશ મેં હૈ મેરા દિલ, જરા નચકે દિખા, ઝલક દિખલા જા” અને સૌથી લોકપ્રિય ટીવી શો “પવિત્ર રિસ્તા” માં કામ કર્યું હતું. પછી તે ખુબ જ ઝડપથી ઉભરી આવ્યો હતો અને ફિલ્મોમાં તેને તક મળી હતી.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment