ભારતની ડીઝીટલ સ્ટ્રાઈકથી ચીન ગભરાયું, જાણો શું આપી પ્રતિક્રિયા

China says concerned about India bans chinese apps

ભારત-ચીન વચ્ચે ઉભા થયેલા તણાવ બાદ સતત ચીન દ્વારા એવા પગલા ભરવામાં આવી રહ્યા છે કે જેના કારણે ભારતે પરેશાનીનો સામનો કરવો પડે. એવામાં ભારત સરકારે સોમવારે 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેના બાદ ચીન તરફથી પ્રથમ પ્રતિક્રિયા સામે આવી અને કહ્યું છે કે અમે આ પગલાંથી ચિંતિત છીએ અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યાં છીએ.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

TikTok પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી ડીલીટ, ડેટા અંગે કંપનીએ કર્યો આ દાવો

આ કંપનીએ લોન્ચ કરી સ્માર્ટફોનમાં યુઝ કરી શકાય તેવી 1TBની પેનડ્રાઈવ

કેન્દ્ર સરકાર દ્વારા આ એપમાં TikTok, UC Browser, ShareIt જેવી જાણીતી એપનો પણ સમાવેશ થાય છે. આ એપને ગૂગલના પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી હટાવવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. આજે સવારે ટિક્ટોકને ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડીલીટ કરી દેવામાં આવી છે. આ સ્થિતિમાં ચીનને ગભરામણ થવા લાગી છે. આ જાણકારી ન્યૂઝ એજન્સી ANIએ મંગળવારે ટ્વિટ દ્વારા આપી છે.


ભારતના ડીઝીટલ સ્ટ્રાઈક ના નિર્ણયથી ફફડી ગયેલી ચીનની પ્રતિક્રિયા આવી છે. ચીનના પ્રવક્તા ઝાઓ લિજિયાને ભારતે ભરેલા એપ બેનના પગલા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “ચીનને ઘણીં ચિંતા છે અને તે સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.” આપણે જણાવી દઈએ કે બન્ને દેશો વચ્ચે લદ્દાખમાં છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી તણાવ ચાલી રહ્યો છે. અને ગલવાન વેલીમાં ચીન સાથે થયેલી લોહિયાળ ઝપાઝપીમાં ભારતે 20 જવાનો ગુમાવ્યા હતા.

આ સાથે તેમણે ઉમેર્યું કે, “અમારું કહેવું છે કે, ચીનની સરકાર હંમેશાથી પોતાના વેપારીઓને આંતરાષ્ટ્રીય અને સ્થાનિક નિયમોનું પાલન કરવા માટે કહે છે. ભારત સરકારે ચીન સહિત તમામ આંતરાષ્ટ્રીય રોકાણકારોના કાયદાકીય અધિકારોની રક્ષા કરવાની જવાબદારી છે.” ચીનને ભારતે એપ પર પ્રતિબંધ લગાવ્યા બાદ મોટો ઝાટકો લાગ્યો છે. બીજી તરફ આજે બન્ને દેશોના સૈન્યના અધિકારીઓ વચ્ચે બેઠક પણ થવાની છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment

close