India News

દેશમાં કોરોનાનો મૃત્યુઆંક 15 હજારને પાર, જાણો સૌથી વધુ ક્યાં રાજ્યમાં….

Coronavirus death toll crosses 15 thousand in the India

દેશમાં કોરોના સંક્રમિત કેસની સંખ્યામાં દિવસને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4 લાખ 91 હજાર 170 એ પહોંચી ગઈ છે. ગુરુવારે વધુ 402 લોકોના કોરોના વાયરસના કારણે મૃત્યુ થતા ભારતમાં કુલ મૃત્યુઆંક 15,000ને પાર થઈ ગયો છે. દેશમાં છેલ્લા પાંચ દિવસમાં 80 હજાર કોરોના દર્દી વધ્યા હતા. જેમાંથી માત્ર દિલ્હી, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં 50701 પોઝિટિવ સામે આવ્યા હતા.

મહારાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસમાં 19536, દિલ્હીમાં 17304 અને તમિલનાડુમાં 14131 કોરોના સંક્રમિત દર્દીનો વધારો થયો છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. દેશમાં સૌથી પહેલું કોરોનાના કારણે 10 માર્ચના રોજ મૃત્યુ નોંધાયું હતું અને તેના 81 દિવસ પછી 5000ના મોત થયા હતા. તેના માત્ર 17 દિવસ પછી આંકડો 10,000 પર પહોંચી ગયો હતો. તે પછી માત્ર 9 જ દિવસમાં કુલ મૃત્યુઆંક 15,000ને પાર થઈ ગયો છે. આ મહિનામાં કોરોનાથી મૃત્યુ થયેલા લોકોનો આંકડો 9,896 એ પહોંચી ગયો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

કુલ મૃત્યુઆંક માંથી માત્ર પાંચ રાજ્યોનો મૃત્યુઆંક 82.6% છે. જેમાં મહારાષ્ટ્રમાં 6,931, દિલ્હીમાં 2,429, ગુજરાતમાં 1,754, તામિલનાડુમાં 911 અને ઉત્તરપ્રદેશમાં 611 લોકોના કોરોના વાયરસના કારણે મૃત્યુ થયા છે.

સારા સમાચાર એ પણ છે કે દેશમાં 2,85,277 લોકો કોરોના વાયરસથી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે સાજા થયેલા દર્દીઓની ટકાવારી 58.1% થઈ છે. મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે સતત નવા કેસમાં વધારો નોંધાયો છે, બુધવારે રાજ્યમાં 3,890 કેસ હતા જે ગુરુવારે વધીને 4,841 પર પહોંચ્યા છે, આ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 1,47,741 થયો છે, જ્યારે બીજી બાજુ મુંબઈમાં પણ 1,350 નવા કેસ નોંધાયા છે.

Income Taxને લઈને થયા 6 મોટા ફેરફાર, જાણવા જરૂરી છે

ટૂંક સમયમાં વ્હોટ્સએપમાં આ નવા ફીચરનો ઉમેરો થશે, જાણો ફીચર વિશે

આમ, મુંબઈમાં વધુ 94 લોકોના કોરોનાથી મૃત્યુ થતા, મહારાષ્ટ્રમાં નોંધાયેલા 192 કેસમાંથી અડધા છે. મુંબઈમાં ગુરુવારે કોરોનાના કારણે મૃત્યુનો આંકડો 4000ને પાર કરીને 4,062 પર પહોંચ્યો છે. શહેરમાં વાયરસના કારણે મોતની ટકાવારી સૌથી ઊંચી 5.73% છે અને મહારાષ્ટ્રની 4.69% છે.

દિલ્હી પછી મુંબઈ પણ કોરોના સંક્રમણનું બીજું શહેર છે જેમાં કોરોના વાયરસના કેસ 70,000ને પાર થઈ ગયા છે. અહીં કોરોનાના કુલ કેસનો આંકડો 70,878 થયો છે.

ગુજરાતમાં કોરોના કોરોના કેસના 577 કેસ નોંધાયા છે, આ પહેલા 21 જૂનના દિવસે 580 કેસ નોંધાયા હતા જેમાં નહિવત ઘટાડો જોવા મળ્યો હતો, આમ રાજ્યમાં કુલ કોરોનાના કેસ 30,000ની નજીક પહોંચી ગયો છે. હાલમાં રાજ્યમાં કુલ 29,578 પોઝિટિવ કેસ છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment