Gadgets

દેશી TikTok એપ ‘Mitron’નું પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું, જાણો હકીકત

દેશી TikTok એપ ‘Mitron’નું પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું, જાણો હકીકત

દેશમાં ઝડપથી લોકપ્રિય થઈ રહેલી દેશી ટિકટોક (TikTok) એપ મિત્રો (Mitron) સ્વદેશી હોવાનું ષડ્યંત્ર હોવાનું સામે આવી રહ્યું છે. TikTok વિરૃધ્ધ ઘણા લાંબા સમયથી વિરોધ ચાલી રહ્યો છે. પરંતુ હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકલ વોકલવાળા નિવેદન બાદ લોકોએ Tiktok ને જાકારો આપવાનું શરૂ કરી દીધું છે. લોકોએ પ્લે-સ્ટોર પર નેગેટિવ રીવ્યુ આપીને ટિક્ટોકની રેટિંગ ઘણી નીચે લાવી દીધી છે.

આ દરમિયાન એક એપ વાયરલ થઈ છે, જેનું નામ છે Mitron App. આ એપને સ્વદેશી અથવા મેડ ઈન ઈન્ડિયના નામ પર પ્રસારિત કરવામાં આવી છે. જોતજોતામાં આ એપને 50 લાખ કરતાં વધુ લોકોએ ડાઉનલોડ પણ કરી લીધી છે. પરંતુ સચ્ચાઈ જાણીને તમને નવાઈ લાગશે કે હકીકતમાં Mitron App ઈન્ડિયાની છે જ નહીં.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, Mitron Appને પાકિસ્તાની સોફ્ટવેર ડેવલોપર ઈરફાન શેખ પાસેથી ખરીદવામાં આવી છે, જ્યારે દાવો એવો પણ કરવામાં આવ્યો હતો કે આ એપને IIT, રુડકીના એક વિદ્યાર્થી શિવાંક અગ્રવાલે તૈયાર કરી છે. તમને જણાવી દઈએ કે, આ Mitron Appનું અસલી નામ TicTiC એપ છે જેને પાકિસ્તાનના ઈરફાન શેખની કંપની Qboxusએ તૈયાર કરી હતી. ઈરફાન શેખે આ એપનો સોર્સ કોડ 34 ડોલર્સ એટલે કે આશરે 2500 રૂપિયામાં કોઈકને વેચી દીધી.

Advertisement

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

Mitro Appનો સોર્સ કોડ કોડકેનન પ્લેટફોર્મ પર વેચાઈ રહ્યો છે. એટલું જ નહીં 227 લોકોએ આ એપ કોડ ખરીદી ચૂક્યા છે.

હવે અહીં સમસ્યા ડેવલોપર કે પાકિસ્તાન સાથે નથી, પરંતુ સમસ્યા છે યુઝર્સની સિક્યોરિટી અને મેડ ઈન ઈન્ડિયાના નામ પર પ્રચાર કરવાની. સત્ય તો એ છે કે, પાકિસ્તાની TicTic એપમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી માત્ર TicTicનું નામ બદલીને Mitron રાખી દેવામાં આવ્યું છે.

જો તમે Google Play Store પર જઈને Mitron Appની પ્રાયવસી પોલિસી (Privacy Policy) પર ક્લિક કરશો તો તમને shopkiller.inની લિંક મળશે, પરંતુ તે લિંક બ્લેન્ક છે. તેનો મતલબ એ થાય કે, Mitron Appની કોઈ પ્રાયવસી પોલિસી જ નથી. એવામાં તમને નથી ખબર કે તમારા દ્વારા અપલોડ કરવામાં આવેલા વીડિયોઝનો ઉપયોગ ક્યાં અને ખ્યાલ નથી કે તેમના ડેટા સાથે શું થઈ રહ્યું છે. આ એપ ઘણી બધી મંજૂરીઓ પણ માગે છે.

આ ઉપરાંત, મિત્રો એપને ભારતમાં કોણે ખરીદી અને ગૂગલ પ્લેસ્ટોર પર કોણે પબ્લિશ કરી, તે પણ એક રહસ્યની વાત છે. આવામાં આ એપ ડાઉનલોડ કરીને તમારી પ્રાયવસીને જોખમમાં મુકવાનું જોખમ ના લેતા. સાયબર નિષ્ણાતનું કેહવું છે કે Mitron App નો ઉપયોગ જોખમી છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક| ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment