Utility

કોરોના ક્રાઈસિસમાં તમારી નોકરી જતી રહી છે? સરકાર આ યોજના દ્વારા બે વર્ષ માટે આપશે પૈસા

ESIC Atal Bimit Vyakti Kalyan Yojana

અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના

કોરોના સંકટની વચ્ચે, ઘણા લોકોના મનમાં નોકરી જવાનો ડર સતાવી રહ્યો છે. કોરોનાના વધતા સંક્રમણ અને લોકડાઉનની કારણે ઘણી કંપનીઓના કામકાજની ભારે અસર થઈ છે. સરકાર આ યોજના દ્વારા તમને મદદ કરી શકે છે. આ યોજના એટલે કે ‘અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના’ (Atal Bimit Vyakti Kalyan Yojana).

કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ની અટલ બિમિત કલ્યાણ યોજના અંતર્ગત નોકરી જવા પર સરકાર 24 મહિના સુધી તમને આર્થિક મદદ કરે છે. આ યોજનાનો લાભ લેવા માટે યોજનામાં તમારે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.

પોસ્ટ ઓફિસમાં FD પર વધારે વ્યાજ મળે છે, જાણો કઈ બેંક કેટલું…

દેશને ગર્વ છે કે આપણા જવાન મારતા-મારતા શહીદ થયા : PM મોદી

કોણ લઈ શકે છે Atal Bimit Vyakti Kalyan Yojana લાભ?

જો તમે પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરો છો અને તમારી કંપની PF/ESI દર મહિને તમારા પગારમાંથી કાપે છે તો જ આ યોજનાનો લાભ મળશે. યોજનાનો લાભ લેવા માટે 78 દિવસનું યોગદાન આવશ્યક છે. એટલે કે, બેરોજગારી પહેલાં ફાળાની અવધિમાં તમારે ઓછામાં ઓછા 78 દિવસનો ફાળો આપવો જરૂરી છે. આ સ્કીમ અંતર્ગત રાહત માટે ક્લેમ બેરોજગાર થયાના ત્રણ મહિના બાદ ચૂકવવામાં આવશે.

‘અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના’ નો લાભ કર્મચારી જીવનમાં એક જ વખત લઈ શકે છે. જો બિમિત વ્યક્તિ એક વખત સર્વિસ ગેપ દરમિયાન આ યોજનાનો લાભ લે છે તો તે ફરીથી નહીં લઈ શકે. રાહતનો દાવો કરવા માટેના સમયગાળા દરમિયાન કર્મચારી બેરોજગાર હોવા જોઈએ. બેરોજગાર વ્યક્તિ માટે આ લાભ તેના છેલ્લા 90 દિવસની સરેરાશ આવકના 25 ટકા (દર મહિને) જેટલો લાભ આપવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

Atal Bimit Vyakti Kalyan Yojana યોજનાનું રજિસ્ટ્રેશન

– આ યોજનાનો લાભ લેવા માટે તમારે ESICની વેબસાઈટ પર જઈને અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. (ફોર્મની લિંક નીચે છે)

https://www.esic.nic.in/attachments/circularfile/93e904d2e3084d65fdf7793e9098d125.pdf

– આ ફોર્મ ભરીને તમારે કર્મચારી રાજ્ય વીમા નિગમની નજીકની શાખામાં સબમિટ કરાવવાનું રહેશે.

– આ ફોર્મની સાથે 20 રૂપિયાનું નોન-જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર પર નોટરીથી એફિડેવિટ પણ આપવાનું હોય છે.

– AB-1થી લઈને AB-4 ફોર્મ જમા કરાવવાનું રહેશે.

આ યોજનાનો લાભ એવા લોકોને નહીં મળે જેમણે ગેરવર્તનને કારણે કંપનીમાંથી કાઢવામાં આવ્યા છે. તે ઉપરાંત કોઈ ગુનાહિત કેસ થયો હોય અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લેનાર કર્મચારી આ યોજનાનો લાભ નહીં લઈ શકે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment