Utility

પોસ્ટ ઓફિસમાં FD પર વધારે વ્યાજ મળે છે, જાણો કઈ બેંક કેટલું…

Getting higher returns on fixed deposits in post office

તાજેતરમાં SBI અને પંજાબ નેશનલ બેંક ઉપરાંત અન્ય બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટિ પર મળતા વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. આવી સ્થિતિમાં જો તમે તમારા પૈસા પર વધુ વ્યાજ મેળવવા માગતા હોય તો પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ તમારા માટે એક સારો ઓપ્શન છે.

દેશની કેટલીક મુખ્ય બેંક અને ટાઈમ ડિપોઝિટ પર મળતા વ્યાજ દર વિશે જણાવી રહ્યા છીએ. જેથી તમે તમારા પોતાના પૈસા યોગ્ય જગ્યાએ રોકીને સારું વ્યાજ મેળવી શકો છો.

30 જૂન બાદ ATMથી કેશ ઉપાડવાનો નિયમ બદલાઈ જશે, જાણો વિગતે

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની જોરદાર બેટિંગ

ટાઈમ ડિપોઝિટિ સ્કીમ

આ એક પ્રકારની ફિક્સ ડિપોઝિટ (FD) છે જેમાં તમે નિશ્ચિત સમય માટે રોકાણ કરીને એક સારું રિટર્ન અને વ્યાજની ચૂકવણીનો લાભ લઈ શકો છો. પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ અકાઉન્ટમાં 1થી 5 વર્ષના સમયગાળા માટે 5.5 થી 6.7 ટકા સુધીનું રિટર્ન આપે છે.

5 વર્ષ માટે રોકાણ કરવા પર આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80C અંતર્ગત ટેક્સમાં છૂટનો ફાયદો પણ ઉઠાવી શકાય છે. તેમાં ઓછામાં ઓછું 1000 રૂપિયાનું રોકાણ કરવું પડે છે. તેમજ રોકાણની કોઈ મર્યાદા નથી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

ICICI બેંક

– 1 વર્ષની FD પર 5.55 ટકા
– 1 વર્ષથી 2 વર્ષની FD પર 5.75 ટકા
– 2 વર્ષથી 3 વર્ષની FD પર 5.75 ટકા
– 5 વર્ષની FD પર 5.75 ટકા

HDFC બેંક

– 1 વર્ષની FD પર 5.60 ટકા
– 1 વર્ષથી 2 વર્ષની FD પર 5.60 ટકા
– 2 વર્ષથી 3 વર્ષની FD પર 5.75 ટકા
– 5 વર્ષની FD પર 5.75 ટકા

બેંક ઓફ બરોડા(BoB)

– 1 વર્ષની FD પર 5.55 ટકા
– 400 દિવસથી 2 વર્ષની FD પર 5.55 ટકા
– 2 વર્ષથી 3 વર્ષ સુધીની FD પર 5.55 ટકા
– 5 વર્ષની FD પર 5.70 ટકા

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)

– 1 વર્ષથી 2 વર્ષથી ઓછા સમય પર 5.10 ટકા
– 2 વર્ષથી 3 વર્ષથી ઓછા સમય પર 5.10 ટકા
– 3 વર્ષથી 5 વર્ષથી ઓછા સમય પર 5.30 ટકા
– 5 વર્ષની FD પર 4.20 ટકા
– 5 વર્ષથી 10 વર્ષ સુધી 5.40 ટકા


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment