Gadgets

‘Mitron’ બાદ ગૂગલે સ્વદેશી એપ ‘Remove China Apps’ ને પણ ડીલીટ કરી, શું છે આરોપ

Google delete Remove China App form play store

Mitron એપ્લિકેશન પછી હવે ગૂગલ પ્લે સ્ટોર પરથી ‘Remove China Apps’ નું પણ પત્તુ કપાઈ ગયું. અત્યાર સુધી આ એપને 50 લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી અને 4.8 રેટિંગ પણ મળ્યું હતું. Remove China Apps 17 મેના રોજ પ્લે સ્ટોર પર લાઈવ થઈ હતી.

આ એપ રિમૂવ કરવા પાછળ ગૂગલે ભ્રામક વ્યવહાર પોલિસીના ઉલ્લંઘનનું કારણ આપ્યું છે. આ પોલિસી હેઠળ કોઈ પણ એપ યુઝર ડિવાઈસ સેટિંગ્સમાં એક એપની બહાર કોઈ પણ ફીચરમાં ચેન્જ ના કરી શકે અને કોઈ થર્ડ પાર્ટી એપને દૂર કરવા માટે પ્રોત્સાહિત પણ ના કરી શકે. આ એપ લડાખમાં LAC સીમા પર ભારત-ચીન વચ્ચેના તણાવને લઇને વધારે ચર્ચામાં આવી હતી.

Mitron એપ પણ ડિલીટ કરી

એક દિવસમાં પ્લે સ્ટોર પરથી રિમૂવ કરનારી આ બીજી હાઈપ્રોફાઈલ એપ છે. ‘Remove China Apps’ ને રીમુવ કર્યાના થોડા કલાકો પહેલાં જ Mitron એપને પણ ડીલીટ કરી હતી. પાકિસ્તાનના ડેવલોપરે બનાવેલી એપ Mitron ને 50 લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી હતી. ત્યારબાદ ગૂગલે સ્પેમ અને મિનિમમ ફ્કંશનાલિટી પોલિસીના ઉલ્લંઘનનો આરોપ મૂકીને એપને રિમૂવ ડિલીટ કરી દીધી હતી.

ગૂગલે ‘Mitron’ એપ પ્લે સ્ટોર પરથી રિમૂવ કરી, જાણો કારણ

વનટચ લેબ્સ દ્વારા ટ્વીટ કરીને જાણકારી આપી

રિમૂવ ચાઈના એપ્સને જયપુરના વનટચ લેબ્સ દ્વારા બનાવવામાં આવી હતી, તેમણે મંગળવારે રાતે ટ્વીટ કરીને એપ પ્લે સ્ટોર પરથી રિમૂવ થયાની જાણકારી આપી હતી. કંપનીએ કહ્યું કે, મોટી સંખ્યામાં લોકો ચીનની એપ્સને ફોનમાંથી દૂર કરવા માટે રિમૂવ ચાઈના એપ્સનો ઉપયોગ કરતા હતા, આ એપનો હેતુ લોકોની કોઈ પણ એપને અનઈન્સ્ટોલ કરવા માટે મજબૂર કે પ્રોત્સાહિત કરવાનો નહોતો. છેલ્લા 2 અઠવાડિયાથી સાથ આપવા બદલ આપનો આભાર.

ગૂગલે શું કહ્યું

ગૂગલે કહ્યું કે, પ્લે સ્ટોરની ભ્રામક વ્યવહાર પોલિસીનું ઉલ્લંઘન કરવા બદલ Remove China Appsને દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ પોલિસી તે એપ્સને અનુમતિ નથી આપતી, જે યુઝરને થર્ડ પાર્ટી એપ્સને દૂર કરવા કે અનઈન્સ્ટોલ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. સોશિયલ મીડિયા પર લોકપ્રિય થયા બાદ તેનું ડાઉનલોડ પણ વધી ગયું હતું.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment