Technology

ગૂગલ મેપ કોરોના સંક્રમિત વિસ્તારોમાં ટ્રાવેલ કરતા પહેલાં કરશે અલર્ટ

Google Maps will alert before travelling to areas affected by coronavirus

ગૂગલ મેપ તમને જ્યાં જવું હોય ત્યાં સરળતાથી રસ્તો બતાવીને પહોંચાડી દે છે. પરંતુ હવે ગૂગલ મેપ ની એપમાં નવું ફીચર ઉમેરવામાં આવ્યું છે. ગૂગલે મેપ સર્વિસમાં યુઝર્સને કોરોનાથી અસરગ્રસ્ત વિસ્તારોની મુસાફરી કરતાં પહેલાં તમને અલર્ટ કરશે. કોવિડ-19થી અસરગ્રસ્ત વિસ્તારોની સાચી માહિતી આપવા માટે ગૂગલ મેપમાં આ સુવિધા ઉમેરવામાં આવી છે. ગૂગલનું નવું ફીચર યુઝર્સને બીજી પણ ઘણી સુવિધા આપશે.

ઉદાહરણ તરીકે, કોઈ ચોક્કસ સમયે ટ્રેન રેલવે સ્ટેશન પર કેટલી ભીડ હોઈ શકે છે અથવા એક ચોક્કસ રૂટ પર બસ નિયમિત સમયે દોડી રહી છે કે નહીં વગેરે જેવી જાણકારી પણ મળશે.

ગૂગલે એક બ્લોગમાં જણાવ્યું છે કે, આ નવી સર્વિસ ભારત, આર્જેન્ટિના, યુનાઇટેડ સ્ટેટ્સ, ફ્રાન્સ, નેધરલેન્ડ, યુનાઇટેડ કિંગડમથી શરૂ થઈ રહી છે. ગૂગલ મેપની આ નવી સુવિધાની મદદથી યુઝર્સ રિસ્ટ્રિક્ટેડ બોર્ડર વિશેની માહિતી પણ આપશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

તાજેતરના કંપનીએ લોકડાઉન સમય હેઠળ એક્ટિવિટી તપાસવા અને આરોગ્ય અધિકારીઓને એ રિસર્ચ કરવામાં મદદ કરવા માટે 131 દેશોમાં ગૂગલે યુઝર્સના ફોનમાંથી ડેટાનું વિશ્લેષણ કર્યું છે કે શું લોકો સોશિયલ ડિસ્ટર્બન્સ અને વાઈરસ પર નિયંત્રણ મેળવવા માટે આપવામાં આવેલા નિયમોનું પાલન કરી રહ્યા છે કે નહીં.

શું તમે ટેલિગ્રામ યુઝ કરો છો? જાણો નવા ફિચર વિશે

ગૂગલે તેના સર્ચ એડવર્ટાઈઝિંગ બિઝનેસથી લઈને વિશ્વભરના ડિજિટલ મેપ પર અબજો ડોલરનું રોકાણ કર્યું છે. આ સાથે દર મહિને 1 અબજ યુઝર્સને તેની ફ્રી ઓફ કોસ્ટ નેવિગેશન એપ તરફ અટ્રેક્ટ કર્યાં છે.

કોઈ રેસ્ટોરન્ટમાંથી ઓનલાઇન ઓર્ડર કરતી વખતે તમે એ વિસ્તાર કોરોનાથી અસરગ્રસ્ત છે કે નહીં તે વિશેની માહિતી પણ મેળવી શકશો. તેમજ, જે વિસ્તાર બંધ હશે તેની સંપૂર્ણં માહિતી પણ તમને ગૂગલ મેપ પર મળી જશે.

આ ઉપરાંત, જો તમે ગુગલ મેપ્સ હોમ સ્ક્રીન પર અલર્ટ ઓપ્શન પસંદ કરશો તો કરન્ટ મેપ વ્યૂના આધારે તે વિસ્તાર સાથે સંબંધિત કામની લિંક્સ પણ મળશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment