Gadgets

ગૂગલે ‘Mitron’ એપ પ્લે સ્ટોર પરથી રિમૂવ કરી, જાણો કારણ

Google removed Mitron app from Play Store

TikTok એપ્લિકેશન ની રિબ્રાન્ડેડ એપ Mitron નો વિવાદ છેલ્લા ઘણા દિવસથી ચાલી રહ્યો છે. સ્વદેશી એપ હોવાથી લોકો તેને ડાઉનલોડ કરી રહ્યા હતા. પરંતુ એક રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે Mitron એપ પાકિસ્તાની એપ છે. એટલે ગૂગલ દ્વારા તેને પ્લે સ્ટોર પરથી રિમૂવ કરી દેવામાં આવી છે.

જાણવા એવું પણ મળ્યું છે કે ગૂગલે સ્પેમ અને મિનિમમ ફ્કંશનાલિટી પોલિસીના ઉલ્લંઘન કરવાના કારણે રિમૂવ કરવામાં આવી છે. થોડા સમય પહેલા એવું જાણવા મળ્યું હતું કે Mitron એ પાકિસ્તાની ડેવલપર દ્વારા બનાવવામાં આવેલી બીજી એપનું રિબ્રાન્ડેડ વર્ઝન છે. દેશભરમાં લોકડાઉન હોવાથી થોડા જ સમયમાં ઘણી લોકપ્રિય થઇ ગઈ હતી.

ચાઈનીઝ એપનો સફાયો કરતી આ સ્વદેશી એપ રાતોરાત પોપ્યુલર થઈ

Mitron App ગૂગલની પોલિસી વિરુદ્ધ

ગૂગલની પોલિસીમાં એવું કહેવામાં આવ્યું છે કે, બીજી એપ્સના કન્ટેન્ટમાં ફેરફાર કર્યા વગર અથવા કંઇક નવું ઉમેરીને અપલોડ કરવું એ પોલિસી વિરુદ્ધ છે. પોલિસીમાં જણાવ્યા પ્રમાણે, કોપી પેસ્ટ એપ્લિકેશન્સ – જેમ કે એવી જ કોપી એપ્લિકેશન્સ જે અન્ય એપ્લિકેશન્સ જેવી જ હોય અને તેમાં કોઈ ફેરફાર ન કર્યા હોય તો કંપની તેને રિમૂવ કરી દે છે. પરંતુ અહીં સવાલ વાતનો છે કે આ એપ્લિકેશન લાંબા સમયથી ગૂગલ પ્લે સ્ટોર પર હતી તો કંપનીએ આ પગલું કેમ ન લીધું.

એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો કે, એપ્લિકેશનના માલિક અને IITના વિદ્યાર્થી શિવાંક અગ્રવાલે પાકિસ્તાનની ક્યુબોક્સસ (Qboxus) કંપની પાસેથી આ એપ ખરીદી હતી અને તેને રિબ્રાંડ કરીને ઈન્ડિયામાં લોન્ચ કરી હતી. લોન્ચિંગ પહેલાં તેણે તેના કોઈ જ કોડિંગમાં ફેરફાર કર્યા ન હતા અને તેની પ્રાઇવસી પોલિસીમાં પણ કોઈ ફેરફાર કર્યો ન હતો.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક| ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment