Ahmedabad Gujarat News

AMCના હેલ્થ કર્મચારીઓને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવવા પર ઈન્સેન્ટિવ મળશે

Incentives given to AMC health workers to download Arogya Setu App

કોરોના વાઈરસના વધતા સંક્રમણને અટકાવવા માટે કેવા પગલાં લેવા જોઇએ તે અંગે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર, જુદા-જુદા ઝોનના ડેપ્યુટી કમિશનરો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ડૉક્ટર મિત્ર યોજના અમલમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ માટે AMCના હેલ્થ ખાતાના કર્મચારીઓને દરરોજ 20 લોકો પાસે આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરાવવા પર ઈન્સેન્ટિવ આપવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

ટ્રમ્પે ભારતને આપ્યો મોટો આંચકો! H-1B વીઝા પર પ્રતિબંધ મુક્યો

સુરક્ષા એજન્સીઓએ આ ચાઈનીઝ એપને જોખમી ગણાવી, આ રહ્યું લિસ્ટ

કોરોના સામે જંગ છેડતા કેન્દ્ર સરકારે કોરોનાને ફેલાતો અટકાવવા તેમજ લોકો જાગૃત બને તે માટે આરોગ્ય સેતુ મોબાઈલ એપ બનાવી છે. આ એપ કોરોનાના સંક્રમણને અટકાવા, એક્શન પ્લાન બનાવવા, કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવા, પિંક અને એરિયા સર્વેલન્સમાં ઉપયોગી સાબિત થઈ છે.  કોર્પોરેશનના કર્મચારીઓ લોકોને વધુમાં વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરાવે તેવું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવવા પર તેમને 5 રૂપિયા, અને 20થી વધુ એપ ડાઉનલોડ કરાવવા પર 10 રૂપિયા ઈન્સેન્ટિવ આપવામાં આવશે. આ તમામ ખર્ચ AMC ભોગવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

ડૉક્ટર મિત્રની નિમણૂક કરાશે

ખાસ કરીને સ્લમ વિસ્તારના લોકોમાં કોરોનાના નું સંક્રમણ વધારે જોવા મળી રહ્યું છે. AMC દ્વારા ડોકટર મિત્ર યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં 74 ડોકટર મિત્ર ટીમની નિમણુક કરવામાં આવશે. આ ટીમમાં ફિઝિશિયન, મેડિકલ ઓફિસર, લેબટેક્નિશિયન, પેરામેડિકલ સ્ટાફનો સમાવેશ કરવામાં આવશે. આ ટીમો સાંજે 5 થી 10 સ્લમ વિસ્તારમાં જશે અને જેને પણ તાવ, શરદી, ઉધરસ કે અન્ય કોઈ બીમારી હોય તો તેની સારવાર કરશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment