India News

ભારત-ચીન સીમા પર ઝપાઝપી, ગલવાન ઘાટીમાં 3 જવાન શહીદ

India China troops clash in ladakh galwan valley

છેલ્લા કેટલાક સમયથી ભારત અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. લદ્દાખની ગલવાન ઘાટીમાં સેનાઓને પાછળ કરવાની કવાયદ દરમ્યાન બંને દેશોના સૈનિકો આમને સામને આવી ગયા અને ઝપાઝપીના સમાચાર છે. સેનાના મતે હિંસક સંઘર્ષમાં ભારતના એક અધિકારી અને બે જવાન શહીદ થયા છે. આજે વર્ષ 1967 બાદ પહેલી ભારત અને ચીનની સરહદ પર ગોળીબાર થયો.

ભારતીય સેના તરફથી જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લદ્દાખની ગલવાન ઘાટીમાં સોમવારે રાતે ડિ-એસ્કેલેશનની પ્રક્રિયા દરમ્યાન ભારત અને ચીનના સૈનિકો આમને – સામને આવી ગયા હતા. આ દરમ્યાન ભારતીય સેનાના એક ઓફિસર અને બે જવાન શહીદ થયા છે. બંને દેશો વચ્ચેના વરિષ્ઠ સૈન્ય અધિકારી આ સમયે મામલાને શાંત કરવા માટે મોટી બેઠક કરી રહ્યાં છે.

Advertisement

30 જૂન બાદ ATMથી કેશ ઉપાડવાનો નિયમ બદલાઈ જશે, જાણો વિગતે

ગુડ ન્યૂઝ: દુનિયાના આ 25 દેશો જે કોરોના મુકત બન્યા

ભારત અને ચીનની વચ્ચે મે મહિનાની શરૂઆતથી લદ્દાખ બોર્ડરની પાસે તણાવપૂર્ણ માહોલ બનેલો હતો. ચીનાનાં સૈનિકોએ ભારત દ્વારા નક્કી કરવામાં આવેલી LACને પાર કરી હતી અને પેંગોંગ ઝીલ, ગલવાન ઘાટીની નજીક આવી ગયા હતા. ચીને ભારતને બીવડાવવા માટે અંદાજે 5000 જેટલા સૈનિકોને બોર્ડર પર તૈનાત કરી દીધા. સૈન્ય સામાન પણ એકઠું કર્યું.

ચીનની ન્યુઝ એજન્સીના દાવા પ્રમાણે અથડામણમાં ચીની સૈન્યને પણ નુકસાન થયું છે. ચીનના 11 જવાન ઘાયલ અને 5 સૈનિકો માર્યા ગયા છે તેવી પણ ખબર છે.

ગ્લોબલ ટાઇમ્સનો રિપોર્ટ

ચીનના સમાચારપત્ર ગ્લોબલ ટાઇમ્સે ચીનના વિદેશ મંત્રાલયને ટાંકીને જણાવ્યું છે કે બોર્ડર પર બન્ને દેશો વચ્ચે સમજૂતિ થઈ હતી. પરંતુ ભારતના જવાનોએ તેનો ભંગ કરીને બોર્ડર પાર કરી. ત્યારબાદ ચીનના સૈનિકો પર હુમલો કર્યો હતો. તેના લીધે હિંસક અથડામણ થઈ. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત એકપક્ષીય કાર્યવાહી ન કરે, નહિંતર મુશ્કેલી વધશે.

રક્ષામંત્રીએ બેઠક કરી

ચીન સાથે તણાવ વચ્ચે દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે CDS જનરલ બીપીન રાવત, સેનાની ત્રણેય પાંખના વડા તેમજ વિદેશ મંત્રી ડૉ. જયશંકર સાથે બેઠક કરી અને લદાખના ગલવાન ઘાટીમાં સર્જાયેલી સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી.

લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment