Gadgets

ચાઈનીઝ એપનો સફાયો કરતી આ સ્વદેશી એપ રાતોરાત પોપ્યુલર થઈ

ચાઈનીઝ એપનો સફાયો કરતી આ સ્વદેશી એપ રાતોરાત પોપ્યુલર થઈ

હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકલ વોકલવાળા નિવેદન આપ્યું હતું . ત્યારથી દેશમાં સ્વદેશી વસ્તુ અપનાવવાનો રિવાજ શરૂ થયો છે. તેમાં મોબાઈલ માં વપરાતી એપ્સનો પણ સમાવેશ થયો છે. કોરોનાવાયરસ થી લોકોમાં ચીની એપ્સનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે. તેવામાં મોબાઈલ ફોનમાંથી ચાઈનીઝ એપ્સને શોધી કાઢતી સ્વદેશી એપ ‘Remove China Apps’ રાતોરાત પોપ્યુલર બની ગઈ છે.

આ એપને મોબાઈલ માં ઈન્સ્ટોલ્ડ એપ્સમાંથી કઈ એપ ચાઈનીઝ છે તે દર્શાવે છે અને તેને ડિલીટ પણ કરે છે.

Remove China Apps ની ખાસિયત શું છે?

‘Remove China Apps’ હાલ એન્ડ્રોઈડ ડિવાઈસ માટે ઉપલબ્ધ છે. એપ્સ ડેવલોપ કરનાર ડેવલપરનો દાવો છે કે આ એપ, એન્ડ્રોઈડ ફોન પર ઈનસ્ટોલ્ડ એપ કઈ દેશમાં બની છે તે દર્શાવે છે.

ગૂગલ પ્લે સ્ટોર પર આ ‘Remove China Apps’ એપને 17મેએ લોન્ચ કરવામાં આવી છે. અત્યાર સુધી એપને 10 લાખથી વધારે લોકોએ ડાઉનલોડ્સ કરી છે. આ એપને 4.8 રેટિંગ પણ મળ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

આ એપ ફ્રીમાં ઉપલબ્ધ છે. એપ એક્સેસ માટે કોઈ લોગ ઈનની આવશ્યકતા નથી. જોકે આ એપ પ્લે સ્ટોર પરથી ઈન્સ્ટોલ્ડ કરાયેલી ચાઈનીઝ એપ્સની માહિતી આપે છે.

એપને જયપુર સ્થિત વનટચ એપબેલ્સ દ્વારા બનાવવામાં આવી છે. આ કંપની એન્ડ્રોઈડ અને આઈઓએસ એપ ડેવલપમેન્ટ અને હાઈબ્રિડ એપ ડેવલપમેન્ટ સર્વિસ આપે છે.

શા માટે ‘Remove China Apps’ એપ પોપ્યુલર બની?

દેશમાં હાલ ચાઈનાનો વિરોધ જોવા મળી રહ્યો છે. ચાઈનીઝ પ્રોડક્ટનો ઉપયોગ ન કરવા માટે સોશિયલ મીડિયામાં ઝુંબેશ ચાલી રહી છે. ટિકટોક VS યુટ્યુબ વૉર, ભારત-ચીન સીમા વિવાદ અને કોરોનાને લીધે લોકોમાં ચીન વિરોધી ભાવનાઓ વધી રહી છે. આ વિવાદોને લીધે ચાઈનીઝ એપનો સફાયો કરતી આ એપ પોપ્યુલર બની છે.

આ સાથે જ ટિકટોક ચાઈનીઝ એપ હોવાથી શોર્ટ વીડિયો મેકિંગ એપ Mitron પણ ફેમસ થઈ છે. તેને પ્લે સ્ટોર પર 50 લાખથી વધારે ડાઉનલોડ્સ મળ્યા છે. જોકે બાદમાં આ એપ મૂળ પાકિસ્તાનની હોવાનું સામે આવ્યું હતું.

દેશી ‘Mitron’ Appનું પાકિસ્તાની કનેક્શન? જાણો હકીકત


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment