Gadgets

સુરક્ષા એજન્સીઓએ આ ચાઈનીઝ એપને જોખમી ગણાવી, આ રહ્યું લિસ્ટ

Indian intelligence red flagged by 50 chinese mobile apps

List of Chinese Mobile Apps

ગલવાન ખીણમાં ભારત અને ચીનનો સીમા વિવાદ ચાલી રહ્યો છે. ચીન દ્વારા દગો કરીને ભારતીય સૈનિકો પર હુમલો કરવામાં આવ્યો છે. ચીન વિરુદ્ધ દેશભરમાં ગુસ્સો ચરમસીમા એ છે. તેવામાં દેશની સુરક્ષા એજન્સીઓએ એલર્ટ ચાઈનીઝ એપ યુઝર્સને ચિંતામાં નાખવા માટે પૂરતું છે.

સુરક્ષા એજન્સીઓએ ટિકટોક, વીચેટ, શેરઈટ, હેલો સહિતની 50 જેટલી ચાઈનીઝ એપને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ગણાવી છે. આ એપ લિસ્ટમાં શોપિંગ એપ શેન અને ક્લબ ફેક્ટરી પણ સામેલ છે. આ એપનાં માધ્યમથી યુઝર્સનો પર્સનલ ડેટા અને દેશના જુદા જુદા લોકેશનના કોર્ડિનેટ્સ ચોરી કરવામાં આવી રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

સુરક્ષા એજન્સીઓના રિપોર્ટ મુજબ, ચાઈનીઝ એપ્સનાં માધ્યમથી દેશ અને સુરક્ષાને અનુલક્ષી મહત્વપૂર્ણ ડેટા દેશની બહાર મોકલવામાં આવી રહ્યો છે. જેટલી સંખ્યામાં ભારતીયો આ એપ્સનો ઉપયોગ કરે છે તેમનો તમામ ડેટા કંપની પોતાની પાસે રાખે છે.

કેટલાક નિષ્ણાતો અનુસાર, ચાઈનીઝ કંપનીઓ આ ડેટા ત્યાંની સરકાર સાથે શેર કરે તે અનિવાર્ય છે. આ ડેટાને આધારે જ ચીનની ગુપ્તચર એજન્સી અને સેના દેશ પર હુમલો કરવાની આગળની રણનીતિ તૈયાર કરે છે.

પોસ્ટ ઓફિસમાં FD પર વધારે વ્યાજ મળે છે, જાણો કઈ બેંક કેટલું…

કોરોના ક્રાઈસિસમાં તમારી નોકરી જતી રહી છે? સરકાર આ યોજના દ્વારા બે વર્ષ માટે…

આ યાદીમાં ભારતમાં ખૂબ જ લોકપ્રિય થયેલી ઝૂમ, હેલો, ટિકટોક, યુસી બ્રાઉઝર, વીચેટ, વાઈરસ ક્લિનર વગેરેનો સમાવેશ થાય છે. તે ઉપરાંત વીવો જેવી મોબાઈલ કંપનીઓની વીડિયો એપ્સ, યુસી ન્યૂઝ, બીગો લાઈવ વગેરેનો સમાવેશ થાય છે.

અગાઉ પણ ગૃહ મંત્રાલયે એક એડવાઈઝરી બહાર પાડીને સરકારી કોન્ફરન્સ માટે ઝૂમ એપનો ઉપયોગ ન કરવાની સલાહ આપી હતી.

લોકડાઉન દરમિયાન લોકપ્રિય થયેલી વીડિયો મિટિંગ એપ ઝૂમ ચીની મૂળના અમેરિકન બિઝનેસમેન એરિક યુઆનની માલિકીની છે. એ એપ વારંવાર હેક થવા ઉપરાંત ડેટા સ્ટોર ચીનમાં થતો હોવાના આરોપ સાથે અસંખ્ય દેશોએ સરકારી કામકાજમાં તેનો ઉપયોગ ન કરવાની પણ ભલામણ કરી હતી. તાઈવાન, જર્મની, અમેરિકા સહિતના ઘણાં દેશોએ ઝૂમને સરકારી અધિકારીઓને કોન્ફરન્સમાંથી ન વાપરવાની સલાહ આપી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

સુરક્ષાએજન્સીએ આ 50 ચાઈનીઝ એપને જોખમી ગણાવી છે

– ટિકટોક (TikTok)
– હેલો (Helo)
– ઝૂમ (ZOOM)
– યુસી બ્રાઉઝર (UC Browser)
– યુસી ન્યૂઝ (UC News)
– શેર ઈટ (Sharit)
– લાઈકી (Likee)
– 360 સિક્યોરિટી (360 Security)
– ન્યૂઝ ડોગ (NewsDog)
– શિન (SHEIN)
– વિગો વીડિયો (Vigo Video)
– વી ચેટ (WeChat)
– વીબો (Weibo)
– વીબો લાઈવ (Vibo live)
– ક્લબ ફેક્ટરી (Club Factory)
– ઝેન્ડર (Xender)
– બ્યુટી પ્લસ (BeautyPlus)
– ક્વાઈ(Kwai)
– રોમવી (ROMWE)
– ફોટો વંડર(Photo Wonder)
– એપીયુએસ બ્રાઉઝર (APUS Browser)
– વીવા વીડિયો (VivaVideo)
– ક્યુયુ વીડિયો ઈન્ક (QU Video Inc)
– પરફેક્ટ કોર્પ(Perfect Corp)
– સીએમ બ્રાઉઝર (CM Browser)
– વાઈરસ કલીનર (Virus Cleaner)
– હાઈ સિક્યોરિટી લેબ (Hi Security Lab)
– એમઆઈ કમ્યૂનિટી (Mi Community)
– ડીયુ રેકોર્ડર (DU recorder)
– યુકેમ મેકઅપ (YouCam Makeup)
– એમઆઈ સ્ટોર (Mi Store)
– ડીયુ બેટરી સેવર (DU Battery Saver)
– ડીયુ બ્રાઉઝર (DU Browser)
– ડીયુ ક્લીનર (DU Cleaner)
– ડીયુ પ્રાઈવસી (DU Privacy)
– ક્લીન માસ્ટર (Clean Master)
– બૈડુ ટ્રાન્સલેટ (Baidu Translate)
– બૈડુ મેર વંડર કેમેરા (Baidu Map Wonder Camera)
– ઈએસ ફાઈલ એક્સપ્લોલર (ES File Explorer)
– ક્યુ ક્યુ ઈન્ટરનેશન (QQ International)
– ક્યુ ક્યુ લોન્ચર (QQ Launcher)
– ક્યુ ક્યુ સિક્યોરિટી સેન્ટર (QQ Security Centre)
– ક્યુ ક્યુ પ્લેયર (QQ Player)
– ક્યુ ક્યુ મ્યૂઝિક ક્યુ ક્યુ મેઈલ (QQ Music QQ Mail)
– ક્યુ ક્યુ ન્યૂઝ ફીડ (QQ NewsFeed)
– વી સિંક (WeSync)
– સેલ્ફી સિટી (SelfieCity)
– ક્લેશ ઓફ કિંગ્સ મેઈલ માસ્ટર (Clash of Kings Mail Master)
– એમઆઈ વીડિયો કોલ શાઓમી (Mi Video call-Xiaomi)
– પેરેરલ સ્પેસ(Parallel Space)


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment