India News

બાબા રામદેવની કોરોનિલ દવાનું સૂરસૂરિયું – આયુષ મંત્રાલયે રોક લગાવી, જાણો કારણ

Ministry of Ayush asks patanjali to stop advertising and puvlishing its coronil medicine

કોરોના વાયરસની દવા માટે દુનિયાભરના હજારો ડોક્ટર સંશોધન કરી રહ્યાં છે. પરંતુ હજી સુધી કોઈને પણ કોરોના વાયરસ વિરૂદ્ધ વિશ્વસનીય દવા શોધવામાં સફળતા હાથ લાગી નથી. ત્યારે એવામાં જાણીતા યોગગુરુ બાબા રામદેવે આજે કોરોના વાયરસની દવા શોધી લીધાનો દાવો કરવામાં આવ્યો હતો. એવામાં ભારત સરકારના આયુષ મંત્રાલયે બાબા રામદેવના દાવાને ફગાવ્યા છે.

ટ્રમ્પે ભારતને આપ્યો મોટો આંચકો! H-1B વીઝા પર પ્રતિબંધ મુક્યો

પતંજલિ દ્વારા કોરોના વાયરસની દવા કોરોનિલને લઈને કરાયેલ દાવાને ભારત સરકારના આરોગ્ય મંત્રાલયને જણાવ્યું હતું કે, ICMRના અધિકારીઓ જ તેના વિશે સાચી માહિતી આપી શકશે. આ સાથે જ આયુષ મંત્રાલયે આ દવાની જાહેરાતો કરવા પણ પ્રતિબંધ મૂકી દીધો છે.

બાબા રામદેવે એવો દાવો કર્યો હતો કે, તેમની કોરોનિલ નામની દવાથી માત્ર 7 જ દિવસની અંદર કોરોનાના પીડિતો 100 ટકા સાજા થઈ ગયા છે. તેમજ કોરોનિલ દવાનો રિકવરી રેટ પણ 100 ટકા છે અને ડેથ રેટ પણ ઝીરો ટકા છે. જોકે ભારત સરકારના આયુષ મંત્રાલયે યોગ ગુરૂના દાવાને ફગાવી દીધો છે.

આયુષ મંત્રાલયે પતંજલિને કહ્યું છે કે, આ દવાનો પ્રચાર તત્કાળ તાત્કાલિક બંધ કરી દેવામાં આવે. સરકારે કહ્યું છે કે, હજી સુધી પતંજલિના કોરોના વાયરસના મારણની દવાના દાવાની વૈજ્ઞાનિક તપાસ નથી થઈ અને આ મામલે કોઈ જાણકારી પણ નથી, માટે આ દવાનો પ્રચાર બંધ કરવામાં આવે.

આમ બાબા રામદેવ અને તેમની કંપની પતંજલિ દ્વારા કોરોના વાયરસની દવા કોરોનીલ ને બહાર પાડયાને હજી 5 કલાક પણ નથી થયા. ત્યાં ભારત સરકારના આયુષ મંત્રાલયે તેના પ્રચાર-પ્રસાર પર રોક લગાવી દીધો છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment