Ahmedabad Gujarat News

અમદાવાદના નવા 7 વિસ્તારો માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર, જાણો ક્યાં વિસ્તારનો…

7 new micro containment zone declared in ahmdabad

કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે અમદાવાદ શહેરમાં નવા 7 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે. શહેરના પશ્ચિમ,ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમના વિસ્તારોમાં કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. મહત્નું છે કે, છેલ્લા અઠવાડિયામાં પશ્ચિમ વિસ્તારમાં કોરોનાનાં કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આમ, હવે શહેરમાં કુલ 44 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં આવરી લેવામાં આવ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

આ 7 વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન હેઠળ મુકાયા

ચાંદલોડિયા તળાવ પાસે આવેલી ગજરાજ સોસાયટીમાં આવેલા 80 મકાન અને 340 લોકો,

મેમનગર સુભાષ ચોકમાં આવેલા મારૂતિ કોંપલેક્ષમાં 15 મકાન અને 76 લોકો,

સરખેજમાં આવેલા જુના રોહીતવાસના 160 મકાનો અને 526 લોકોની વસ્તી,

પશ્ચિમ ઝોનમાં લાવણ્ય સોસાયટી પાસે આવેલા કૃપા ફલેટમાં 48 મકાનો અને 168 લોકો,

નારણપુરામાં આવેલા કર્ણાવતી ફલેટમાં કેસ વધતા કુલ 504 મકાન અને 1740 લોકોની વસ્તી,

સાબરમતીમાં ઠાકોરવાસ અને ડાહ્યાભાઈની ચાલીમાં 175 મકાન અને 500 લોકોની વસ્તી,

ચાંદખેડામાં તેજેન્દ્રનગરમાં 270 મકાન અને 1080 લોકોની વસ્તી

New 7 areas of Ahmedabad declared micro containment zone

લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment