Utility

ટૂંક સમયમાં વ્હોટ્સએપમાં આ નવા ફીચરનો ઉમેરો થશે, જાણો ફીચર વિશે

New features will be added to WhatsApp soon

ફેસબુક લોકપ્રિય એપ્સ વ્હોટ્સએપમાં એક નવાં ફીચરનું ટેસ્ટિંગ શરૂ થયું છે. હાલ કંપની એન્ડ્રોઈડ એન્ડ આઈઓએસ બંને પર ટેસ્ટિંગ કરી રહી છે. વ્હોટ્સએપમાં નવા એનિમેટેડ ફીચરનું ટેસ્ટંગ ચાલી રહ્યું છે. સાથે સ્ટિકરના લુક અને ડિઝાઈન બદલવા પર પણ કંપની કામ કરી રહી છે. વ્હોટ્સએપના સમાચારો આપતી વેબસાઈટ wabetainfoએ ટ્વીટ કરી તેની માહિતી આપી છે.

સુરક્ષા એજન્સીઓએ આ ચાઈનીઝ એપને જોખમી ગણાવી, આ રહ્યું લિસ્ટ

વેબસાઈટ wabetainfo ના રિપોર્ટ મુજબ એનિમેટેડ ફીચરનું ટેસ્ટિંગ કેટલાક iOS અને એન્ડ્રોઈડ યુઝર્સ પર શરૂ થયું છે. જોકે તેનો ઉપયોગ હાલ બીટા યુઝર્સ જ કરી શકશે. આ ફીચર એન્ડ્રોઈડના 2.20.194.7 બીટા વર્ઝન અને iOSના 2.20.70.26 બીટા વર્ઝન પર હાલ અવેલેબલ છે.

હાલ આ ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. અને ટૂંક સમયમાં જ તેને યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવી શકે છે. આ ફીચર સાથે યુઝરને ડાર્ક મોડમાં નવું ફીચર ઉમેરવામાં આવશે. આ ફીચરમાં આઉટગોઈંગ બબલનો કલર બદલાતો જોવા મળશે. જે હાલના બબલ કરતાં તે અલગ હશે. આ ફીચરથી યુઝર ચેટને તેની હોમસ્ક્રીન પર લાવી શકે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

યુઝર એનિમેટેડ સ્ટિકરને સેવ અને સેન્ડ બંને કરી શકાશે છે. જોકે તેને થર્ડ પાર્ટી દ્વારા ઈન્સ્ટોલ કરવાના રહેશે તો ઘણા સ્ટિકર વ્હોટ્સએપ સ્ટોરમાં જ પહેલે થી જ અવેલેબલ રહેશે. આ ફીચરથી યુઝર ચેટનો વધારે સારો એક્સપિરિઅન્સ મેળવી શકશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment