India News

દેશને ગર્વ છે કે આપણા જવાન મારતા-મારતા શહીદ થયા : PM મોદી

The country is proud that our jawans were martyred by beating: PM Modi

ભારત અને ચીનના સૌનિકોની વચ્ચે લદ્દાખની ગાલવન ઘાટીમાં થયેલી અથડમણના 36 કલાક બાદ સરકાર તરફથી નિવેદન આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- જવાનોનું બલિદાન વ્યર્થ જશે નહિ. દેશની સુરક્ષા કરવામાં આપણને કોઈ નહીં રોકી શકે. આ બાબતે કોઈને પણ થોડો પણ ભ્રમ કે શંકા થવી ન જોઈએ.

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનને આડકતરી રીતે ઈશારો કરતા પણ જણાવ્યું હતું કે, દેશની સુરક્ષા કરવામાં અમને કોઇ રોકી નહીં શકે, ભારત શાંતિ ઈચ્છે છે.

30 જૂન બાદ ATMથી કેશ ઉપાડવાનો નિયમ બદલાઈ જશે, જાણો વિગતે

પોસ્ટ ઓફિસમાં FD પર વધારે વ્યાજ મળે છે, જાણો કઈ બેંક કેટલું…

આપણા શહીદ જવાનો બાબતે દેશને એ બાબતનો ગર્વ થશે કે તેઓ મારતા-મારતા મર્યા છે. મારી તમામ મુખ્યમંત્રીઓને વિનંતી છે કે આપણે બધા ઉભા થઈને બે મિનિટ મોન રાખીને શહીદ જવાનોને પહેલા શ્રદ્ધાંજલિ આપીશું. પછી મીટિંગને આગળ વધારીશું.

વડાપ્રધાને 19 જૂને આ મુદ્દા પર ઓલ પાર્ટી બેઠક બોલાવી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વીટમાં કહ્યું કે ગલવાનમાં સૈનિકોને ગુમાવ્યા તે ખૂબ જ દુ:ખદ છે. આપણા સૈનિકોએ સાહસ અને વીરતાનું પ્રદર્શન કર્યું અને ભારતીય સેનાની સર્વોચ્ચ પરંપરાને નિભાવતા પોતાના જીવનનું બલિદાન આપ્યું. રાષ્ટ્ર તેમની વીરતા અને બલિદાનને ક્યારેય ભૂલશે નહિ.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

હિંસક અથડામણમાં ભારતના 20 જવાન શહીદ

LAC પર સોમવારે ચીન સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા છે તેવું સરકારી સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ત્યાર બાદ ભારતીય સેનાએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી. અગાઉ મંગળવારે બપોરે સત્તાવાર રીતે 1 ઓફિસર અને 2 જવાનો શહીદ થયા હોવાની ખબર હતી. ત્યારે હવે સત્તાવાર રીતે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આ હિંસક અથડામણમાં 20 જવાનો શહીદ થયા છે.

વિપક્ષનો સવાલ

ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં સતત વધી રહેલા તણાવને લઈને રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું છે કે બસ, હવે ઘણું થયું, દેશ જાણવા માગે છે કે આખરે શું થયું?, PM મોદી કેમ મૌન છે?

બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિદમ્બરમે પણ ચીનની સેના સાથે થયેલી અથડામણમાં ભારતીય જવાનોની શહીદી બાદ ટ્વિટ કરીને કેન્દ્ર સરકારને ઘેરી હતી. ચિદમ્બરમે કહ્યું કે દેશ રક્ષા મંત્રાલય અથવા સેના મુખ્યાલયની તરફથી કોઈ નિવેદનને લઈને રાહ જોઇ રહી છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment