India News

30 જૂન બાદ ATMથી કેશ ઉપાડવાનો નિયમ બદલાઈ જશે, જાણો વિગતે

Rules Change after 30 june for withdraw ATM cash

કોરોના વાયરસને ધ્યાને લઈ દેશભરમાં લૉકડાઉન લાગુ થયું તે બાદ નાણા મંત્રી નિર્મલા સીતારમણ એ 24 માર્ચે જણાવ્યું હતું કે ATM ચાર્જિસ ને 3 મહિના માટે હટાવી દેવામાં આવી રહ્યા છે. આ જાહેરાત બાદ ATM કાર્ડહોલ્ડર્સને આ સુવિધા મળી કે તેઓ કોઈ પણ બેંકના ATMથી કેશ ઉપાડી શકશે.

તે મુજબ કાર્ડહોલ્ડર્સને વધારાના ટ્રાન્જેક્શન ચાર્જ માંથી મુક્તિ આપવામાં આવી હતી. આ છૂટ એપ્રિલ, મે,જૂન એમ 3 માટે મહિના માટે હતી. માટે આ છૂટની ડેડલાઇન હવે ખતમ થઈ રહી છે. નાણા મંત્રાલય કે બેન્કો તરફથી તેને લંબાવવા માટે કોઈ જાણકારી નથી આપવામાં આવી.

ગુડ ન્યૂઝ: દુનિયાના આ 25 દેશો જે કોરોના મુકત બન્યા

Advertisement

આ જાહેરાતની સાથે નાણા મંત્રીએ બેન્ક સેવિંગસ એકાઉન્ટમાં મન્થલી મિનિમમ બેલેન્સ રાખવાની મર્યાદાને પણ ત્રણ મહિના માટે હટાવવાની જાહેરાત કરી હતી. જોકે, ભારતીય સ્ટેટ બેન્ક એ 11 માર્ચે જ પોતાના ગ્રાહકો માટે મિનિમમ બેલેન્સ રાખવાની અનિવાર્યતાને ખતમ કરી દીધી હતી.

નાણા મંત્રીએ આગળ એવી પણ જાહેરાત કરી હતી કે કોઈ પણ રીતે ડિજિટલ ટ્રેડ ટ્રાન્જેક્શનને પણ હટાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન નાણા રાજ્યમંત્રી અનુરાગસિંહ ઠાકુર એ જણાવ્યું હતું કે આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે જેથી કેશ ઉપાડવા માટે ઓછામાં ઓછી સંખ્યામાં લોકો બેન્કની બ્રાન્ચોમાં જાય.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

દેશની સૌથી મોટી બેન્ક SBI એ 11 માર્ચે એક નિવેદન જાહેર કર્યું કે, તમામ 44.51 કરોડ સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ માં મન્થલી મિનિમમ બેલેન્સ નહીં રાખવા પર કોઈ ચાર્જ વસુલવામાં નહીં આવે. આ પહેલા મેટ્રો શહેરોમાં SBI સેવિંગ્સ એકાઉન્ટમાં ન્યૂનતમ 3,000 રૂપિયા અનિવાર્ય હતા. આવી જ રીતે અર્ધ-શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માટે આ રકમ ક્રમશઃ 2,000 રૂપિયા અને 1,000 રૂપિયા હતી. મિનિમમ બેલેન્સ નહીં રાખવા પર SBI ગ્રાહકો પાસેથી 5-15 રૂપિયા તથા ટેક્સ વસૂલતી હતી.

શું છે ATM ટ્રાન્જેક્શન લિમિટ સાથે જોડાયેલો નિયમ?

સામાન્ય રીતે કોઈ પણ બેન્ક એક મહિનામાં પાંચ વાર ફ્રીમાં ATM ટ્રાન્જેક્શનની સુવિધા આપે છે. અન્ય બેન્કોના ATM માટે આ મર્યાદા ત્રણ વારની જ હોય છે. આ મર્યાદાથી વધુ વાર ATM ટ્રાન્જેક્શન કરવામાં આવે તો બેન્ક ગ્રાહકો પાસેથી 8 થી 20 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલે છે. આ ચાર્જ એ વાત પર આધાર રાખે છે કે ગ્રાહકે કેટલી રકમની લેવડ-દેવડ કરી છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment