આ કંપનીએ લોન્ચ કરી સ્માર્ટફોનમાં યુઝ કરી શકાય તેવી 1TBની પેનડ્રાઈવ

Sandisk Launches 1TB pendrive use for smartphone

વેસ્ટર્ન ડિજિટલ હક ધરાવતી કંપની સેંડિસ્કે પોતાની નવી પ્રોડક્ટનો વિસ્તાર કરતા 1TB પેનડ્રાઈવ SanDisk Ultra Dual Drive Luxe માર્કેટમાં લોન્ચ કરી. આ C ટાઈપ પેનડ્રાઈવનો ઉપયોગ સ્માર્ટફોનમાં કરી શકાય છે. પ્રોટેક્શન માટે કંપનીએ પેનડ્રાઈવમાં મેટલ બોડી ડિઝાઈન કરી છે. કંપનીનું માનવું છે કે યૂઝર્સ આ પેનડ્રાઈવનો ઉપયોગ લાંબા સમય સુધી ડેટા ટ્રાન્સફર કરી શકે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

ડેટા ટ્રાન્સફર માટે સારી સ્પીડ

આ પેનડ્રાઈવમાં યૂઝર્સને શાનદાર સ્પીડ મળશે. કંપનીનો દાવો છે આ પેનડ્રાઈવમાં યૂઝર્સને 150Mbpsની ડેટા ટ્રાન્સફર સ્પીડ મળશે. આ પેનડ્રાઈવનો ઉપયોગ યૂઝર્સ સ્માર્ટફોન, ટેબલેટ્સ, મેક ડિવાઈસ, સ્માર્ટ ટીવી અને કમ્યૂટર્સમાં આસાનીથી કરી શકશે છે.

પેનડ્રાઈવમાં ખાસ શું છે?

આ પેનડ્રાઈવ સેંડિસ્ક મેમરી ઝોન એપ3 મેનેજમેન્ટ ટુલ સાથે આવે છે. અને એક વખત ઈન્સ્ટોલ કર્યા બાદ યૂઝર્સ અલગ-અલગ ડિવાઈસથી કંટેન્ટને ઓર્ગેનાઈઝ કરી શકે છે. આ સાથે કંટેન્ટ ફોન, માઈક્રોએસડી કાર્ડ, ક્લાઉડમાં હોઈ શકે છે. આ સાથે ફોટો, વિડીયો, કોન્ટેક્ટ અને બીજા બેકઅપ તરીકે પણ યુઝ કરી શકે છે.

Income Taxને લઈને થયા 6 મોટા ફેરફાર, જાણવા જરૂરી છે

પોસ્ટ ઓફિસમાં FD પર વધારે વ્યાજ મળે છે, જાણો કઈ બેંક કેટલું…

શું હશે આ પેનડ્રાઈવની કિંમત?

આ પેનડ્રાઈવ 4 જુલાઈના રોજ એમેઝોન પર ઉપલબ્ધ થશે. આ સાથે કંપનીના રિટેલર્સ સ્ટોરમાં પણ જલદી અવેલેબલ થશે. આ પેનડ્રાઈવના 32GB વેરિયન્ટની કિંમત 849 રૂપિયા અને 1TB વેરિયન્ટની કિંમત 13,529 રૂપિયા છે.

કેટલા સ્ટોરેજમાં ઉપલબ્ધ હશે?

આ સી ટાઈમ પેનડ્રાઈવ 5 સ્ટોરેજમાં અવેલેબલ હશે. જે 32 GB, 64GB, 256GB,512GB અને 1TB સ્ટોરેજ સાથે ઉપલબ્ધ થશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment

close