Gadgets

શું તમે ટેલિગ્રામ યુઝ કરો છો? જાણો નવા ફિચર વિશે

Telegram users will now able to ue new feature

શું તમે પણ ટેલિગ્રામ નો યુઝ કરો છો? ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ ટેલિગ્રામમાં નવાં ફીચર્સનો ઉમેરો કરવામાં આવ્યો છે. નવા ફીચરમાં ઈન એપ વીડિયો એડિટર, ટુ સ્ટેપ વેરિફિકેશન અને સ્પીકિંગ જીઆઇએફ (GIF) નો ઉમેરો થયો છે. એન્ડ્રોઈડનાં 6.2.0 વર્ઝનમાં આ નવાં ફીચર ઉમેરવામાં આવ્યા છે.

ટુ સ્ટેપ વેરિફિકેશન

યુઝરની સિક્યોરિટી વધે તે માટે આ ફિચરનો ઉમેરો કરવામાં આવ્યો છે. વ્હોટ્સએપમાં જેમ ટુ સ્ટેપ વેરિફિકેશન છે એમ જ આ ફીચર છે. યુઝરે પ્રાઈવસી અને સિક્યોરિટી (Privacy and Security) ઓપ્શનમાં જઈને પાસવર્ડ સબમિટ કરવાનો રહેશે. યુઝર કોઈપણ નવાં ડીવાઈસ માં લોગ ઈન કરશે તો આ પાસવર્ડ નો યુઝ કરવાનો રહેશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

Advertisement

ઈન એપ વીડિયો એડિટર

આ નવા ફીચરથી યુઝર અન્ય યુઝરને ફોટો અથવા વીડિયો શેર કરતાં પહેલાં એડિટ પણ કરી શકશે. એડિટ કરવા માટે સિલેક્ટ કરેલાં વીડિયો પર ક્લીક કરી બ્રશ આઈકોન પર ક્લિક કરવાનું રહેશે. જોકે વધારે ખાસ નહિ પરંતુ બ્રાઈટનેસ અને સેચ્યુરેશન એડજસ્ટ કરવાનો વિકલ્પજ મળશે. આ સિવાય વીડિયો ઝૂમ, એડ ટેક્સ્ટ અને સ્ટીકરનો ઓપ્શન મળશે.

સ્પીકિંગ જીઆઇએફ

ટેલિગ્રામની નવી અપડેટમાં સ્પીકિંગ જીઆઇએફ (GIF) અને એનિમેટેડ સ્ટીકરનો ઉમેરો કરવામાં આવ્યો છે. યુઝર ચેટમાં જઈ કીબોર્ડની ડાબી બાજુ રહેલાં આઈકોન પર ક્લિક કરી સ્પીકિંગ GIF અને એનિમેટેડ સ્ટીકર શેર કરી શકશે. આ સિવાય તેને સેવ અને શિડ્યુઅલ કરવાનો ઓપ્શન આપવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક| ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment