World

ટ્રમ્પે ભારતને આપ્યો મોટો આંચકો! H-1B વીઝા પર પ્રતિબંધ મુક્યો

USA President Donald Trump Announce to suspend H1B visas

કોરોના સંકટની વચ્ચે અમેરિકામાં બેરોજગારી દર વધતાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને મોટો આંચકો આપતાં H-1B વીઝા પર પ્રતિબંધોની જાહેરાત કરી દીધી છે. વ્હાઈટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ સોમવારે કહ્યું હતું કે 31 ડિસેમ્બર સુધી વિદેશીઓને ગ્રીન કાર્ડ આપવામાં આવશે નહીં. 31 ડિસેમ્બર 2020 સુધી તેની પર રોક લગાવવાની જાહેરાત કરવામાં આવી છે.

ગૂગલના સીઈઓ (CEO) સુંદર પિચાઇએ જણાવ્યું હતું કે સ્થળાંતર કરનારાઓએ અમેરિકાને આર્થિક રીતે મજબૂત બનાવવામાં મદદ કરી હતી અને ટેકનોલોજીના ક્ષેત્રમાં દેશને નંબર વન બનાવ્યો હતો.

સુરક્ષા એજન્સીઓએ આ ચાઈનીઝ એપને જોખમી ગણાવી, આ રહ્યું લિસ્ટ

કોરોના ક્રાઈસિસમાં તમારી નોકરી જતી રહી છે? સરકાર આ યોજના દ્વારા બે વર્ષ માટે…

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકામાં નોકરી કરવાનું સપનું જોનારા લગભગ અઢી લાખ લોકોને આંચકો લાગ્યો છે. તેનાથી સૌથી મોટું નુકસાન ભારતીય પ્રોફેશનલ્સને થશે. ટ્રમ્પે H-1B વિઝાના દુરૂપયોગને રોકવા માટે પણ આદેશ આપ્યા છે. જો કોઈ વિઝા સંબંધિત નિયમોનું પાલન નહીં કરે તો અમેરિકન લેબર ડિપાર્ટમેન્ટ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરશે. આ વર્ષે એપ્રિલમાં, H-1B વિઝા આપવાની પ્રક્રિયા 60 દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.

વિઝાના પ્રતિબંધથી સૌથી વધારે નુકસાન ભારતીયોને થશે તે છે. જોકે એવી પણ સંભાવના છે કે નવા વીઝા પ્રતિબંધથી હાલના સમયે વર્ક વીઝા પર અમેરિકામાં કામ કરતા લોકો પર અસર પડશે નહીં.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસને કારણે અમેરિકામાં બેરોજગારી વધી છે. અમેરિકાના લોકોને નોકરી આપવી પ્રાથમિકતા છે. ટ્રમ્પના નિર્ણયથી 2,40,000 લોકો પ્રભાવિત થશે. અમેરિકામાં દર વર્ષે 85,000 લોકોને H-1B વિઝા મળે છે. જેમાં 70 ટકા ભારતીયોને ફાળે આવે છે.

ટ્રમ્પ દ્વારા હોટલ અને નિર્માણ કર્મચારી માટે H-2B વીઝા અને રિસર્ચ સ્કોલર્સ અને પ્રોફેસર્સ અને અન્ય સાંસ્કૃતિક અને કામ માટે J-1 વીઝા પણ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરી શકે છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment