Utility

WhatsAppDown / આ કારણે કલાકો સુધી બંધ રહ્યું વોટસએપનું આ ફીચર!

WhatsApp server down for few hours after bug

લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપનો દુનિયાભરના કરોડો યુઝર્સ ઉપયોગ કરે છે. એવામાં શુક્રવારે યુઝર્સે એકાએક વોટ્સએપ ડાઉન થવાની ફરિયાદ કરી હતી. યુઝર્સની ફરિયાદ હતી કે તેઓ ‘લાસ્ટ સીન’, ‘સ્ટેટસ’ અથવા ‘ઓનલાઈન’ ઓપ્શન ન જોઈ શકવાની ફરિયાદ ઉઠી હતી. જે બાદ ટ્વીટર પર #WhatsappDown ટ્રેન્ડ થવા લાગ્યું હતું.

સુરક્ષા એજન્સીઓએ આ ચાઈનીઝ એપને જોખમી ગણાવી, આ રહ્યું લિસ્ટ

કોરોના ક્રાઈસિસમાં તમારી નોકરી જતી રહી છે? સરકાર આ યોજના દ્વારા બે વર્ષ માટે…

મોનિટરિંગ પોર્ટલ ડાઉનના રિપોર્ટ મુજબ, 66 ટકા યુઝર્સે લાસ્ટ સીન, ઓનલાઈન અને સ્ટેટસ ન દેખાતું હોવાનું જણાવી વોટ્સએપ ડાઉન હોવાની ફરિયાદ કરી હતી. જ્યારે 28 ટકા યુઝર્સે નેટવર્ક કનેક્શન પ્રોબ્લેમની ફરિયાદ કરી હતી. વોટ્સએપના અપડેટ્સની માહિતી આપતા વેબેટાઈન્ફોએ ટવીટ કરીને વોટસએપનો મેસેજ આપતા જણાવ્યું હતું કે, વોટસએપને અનઈન્સ્ટોલ ન કરતા, કદાચ તમે ફરીથી તેમાં લોગઈન ન કરી શકે. અમે તેને ફીક્સ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સાથે એ પણ જણાવાયું હતું કે વોટસએપ સર્વરમાં બગ આવવાના કારણે આ પ્રોબ્લેમ થયો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

એન્ડ્રોઈડ અને iOS યુઝર્સના બંને પ્લેટફોર્મમાં આ પ્રોબ્લેમ થયો હતો. જોકે હાલમાં વોટસએપમાં આ બગ સોલ્વ થઈ ગયો છે. ટવીટર પર યુઝર્સે પોતાની સમસ્યા બતાવવા ટવીટ કરવાનું શરૂ કરી દીધું હતું જેથી ટ્વીટર પર ટ્રેન્ડ થયું હતું. આ બગના કારણે યુઝર્સે ફની ટ્વીટ પણ કર્યા હતા.

લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment