World

હવાથી પણ ફેલાઈ શકે કોરોના? 32 દેશોના 239 વૈજ્ઞાનિકોએ શું કર્યો દાવો…

239 scientists say corona can spread through the Air

કોરોના વાઈરસનો કહેર ભારત અને વિદેશમાં પણ યથાવત છે. અને કોરોના વાયરસના ચેપને લગતા કોઈને કોઈ નવા સમાચાર જાણવા મળે છે. એવામાં ધ ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટના અનુસાર, 32 દેશોના 239 વૈજ્ઞાનિકોએ આ દાવો કર્યો છે, કે હવામાં વાયરસના નાના કણો લોકોને ચેપ લગાવી શકે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

તેમણે WHO અને સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ને પત્ર લખીને આ દાવાઓને ધ્યાનમાં લેવા અને નવી માર્ગદર્શિકામાં ફેરફાર કરવા વિનંતી કરી છે.

Advertisement

ટાસ્ક ફોર્સનું સૂચન – 14 નહીં આટલા દિવસ શરીરમાં રહે છે કોરોના વાયરસ

આ સ્વદેશી એપને થોડા જ કલાકોમાં 1.5 કરોડ ભારતીયોએ ડાઉનલોડ કરી

વૈજ્ઞાનિકોએ આ સંદર્ભે WHOને પત્ર લખ્યો છે. અને તેમાં કહેવામાં આવ્યું છે કે, છીંક આવવાથી, ખાંસી આવવાથી અથવા મોટેથી બોલવાથી કોરોના સંક્રમિત વ્યક્તિના મોંમાંથી નીકળતા નાના ડ્રોપ્લેટ્સ હવામાં ફેલાય છે અને તે સ્વસ્થ વ્યક્તિ સુધી પહોંચી શકે છે. અને બીજા લોકો પણ સંક્રમિત થઈ શકે છે. આવી સ્થિતિમાં ઘરમાં રહેતા હોય તો પણ N95 માસ્ક પહેરવું જરૂરી છે.

WHOના ટેક્નિકલ હેડ ડો. બેનેડેટા અલેગ્રાંઝીના જણાવ્યા પ્રમાણે, ‘અમે ઘણી વાર કહ્યું છે, ખાસ કરીને છેલ્લા કેટલાક મહિનામાં હવાથી ચેપ શક્ય છે. પરંતુ હજી સુધી કોઈ નક્કર અથવા સ્પષ્ટ પુરાવા મળ્યા નથી.’ WHOએ 29 જૂનના રોજ પોતાની છેલ્લી ગાઈડલાઈન અપડેટ કરી હતી. તેમાં કહ્યું હતું કે, હવાથી સંક્રમણ મેડિકલ પ્રોસિજરથી શક્ય છે, જે એરરોસોલ અથવા 5 માઈક્રોનથી નાના ડ્રોપ્લેટ્સ પેદા કરે છે


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment