India News

ભારતમાં કોરોનાનો નવો રેકોર્ડ, એક જ દિવસમાં આવ્યા આટલા કેસ

Coronavirus new record in India a single day

ભારતમાં કોરોના સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યો. અને સાથે પોઝિટિવ કેસમાં જબરજસ્ત ઉછાળો આવી રહ્યો છે. દેશમાં ગુરુવારે 22000 કરતાં પણ વધારે કેસ નોંધાયા છે. સાથે કોરોના વાયરસથી મૃત્યુનો આંકડો 18,000 ને પાર થઈ ગયો. 27મી જૂને 20,060 કેસ નોંધાયા હતા જેમાં ગુરુવારે 2000 વધુ કેસ સામે આવ્યા છે. ગુરુવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 6,330 કેસ નોંધાયા. એ પછી તામિલનાડુમાં 4343, કર્ણાટકામાં 1502 અને તેલંગાણામાં 1213 કેસ નોંધાયા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

આ સિવાય બીજા રાજ્યોની વાત કરીએ તો આંધ્રપ્રદેશમાં 845, ઉત્તરપ્રદેશમાં 817, ગુજરાતમાં 681, બિહારમાં 478 કેસ નોંધાયા છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં વધુ 646, આસામમાં 408 કેસ નોંધાયા છે.

કોરોના વાયરસના કારણે દેશમાં મૃત્યુઆંક 17,000 ને પાર કર્યાના બે દિવસમાં આંકડો 18,000નો થઈ ગયો છે. ગુરુવારે 379 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા. લગભગ 3000 જેટલા (2,917) લોકોએ પાછલા 7 દિવસમાં કોરોના વાયરસથી જીવ ગુમાવ્યા છે.

ટાસ્ક ફોર્સનું સૂચન – 14 નહીં આટલા દિવસ શરીરમાં રહે છે કોરોના વાયરસ

આ સ્વદેશી એપને થોડા જ કલાકોમાં 1.5 કરોડ ભારતીયોએ ડાઉનલોડ કરી

ગુરુવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 6,330 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા, જ્યારે કોરોનાને હરાવીને ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1 લાખ પર પહોંચી છે. વધુ 8018 લોકો સાજા થયા બાદ તેમને રજા આપવામાં આવી છે જેની સાથે કુલ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 1,01,172 થયો છે. રાજ્યમાં કુલ કોરોના કેસનો આંકડો 1,86,626 થયો છે જ્યારે 125 લોકોના મોત થયા છે.

બીજા નંબરે કર્ણાટક અને બેંગ્લુરુમાં સૌથી વધુ કેસ નોંધાયા. આમ બંને રાજ્યમાં અત્યાર સુધીમાં 18,016 કેસ નોંધાયા છે.

દિલ્હીમાં સતત નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, અને ગુરુવારે 2373 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશની રાજધાનીમાં કોરોના વાયરસના કેસનો આંકોડો 92,000ને પાર થઈ ગયો છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment