Ahmedabad Gujarat News

અમદાવાદના આ ફ્લેટમાં આવ્યા એક સાથે 10 કોરોના કેસ, ફ્લેટને ક્વોરન્ટીન કર્યો

Family 10 people corona positive ctm area in ahmedabad

રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસથી કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં હવે અમદાવાદની જગ્યાએ પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. તો અમદાવાદમાં પણ રવિવારે 177 પોઝિટિવ કેસ નોંધાયા છે. એવામાં શહેરના CTM વિસ્તારના ન્યુ વૈકુંઠ ફ્લેટમાં એક સાથે 10 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં એક જ પરિવારના 10 સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો છે.

ટાસ્ક ફોર્સનું સૂચન – 14 નહીં આટલા દિવસ શરીરમાં રહે છે કોરોના વાયરસ

આ સ્વદેશી એપને થોડા જ કલાકોમાં 1.5 કરોડ ભારતીયોએ ડાઉનલોડ કરી

તંત્ર દ્વારા આ ફ્લેટને ક્વોરન્ટીન કર્યો છે અને ફ્લેટની બહાર નોટિસ પણ લગાવવામાં આવી છે. જેમાં મુલાકાતીઓને સાવચેત રહેવા માટે જણાવવામાં આવ્યું છે. અને ન્યુ વૈકુંઠ ફ્લેટ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

શહેરમાં અગાઉ જાહેર કરવામાં આવેલ 99 માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર સહિત 11 નવા વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

amc declared 11 new micro containments zones in ahmedabad city

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 725 નવા કેસ નોંધાયા હતા. આમ કુલ આંકડો 36,123‬‬ પર‬ પહોંચ્યો છે. તો 24 કલાકમાં 486 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 25,900 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 18 દર્દીના મૃત્યુ થયા છે. આમ અત્યાર સુધીમાં 1,945‬ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. રાજ્યમાં હાલ કોરોનાના કુલ 8278 એક્ટિવ કેસ છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment