સોમવારે સરકારે 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યા પછી ભારતીય એપ્સની ડિમાન્ડ વધી રહી છે. એવામાં દેશની સ્વદેશી સોશિયલ નેટવર્કિંગ એપ શેરચેટની ડિમાન્ડ વધી ગઈ છે. છેલ્લા થોડા જ કલાકોમાં 1.5 કરોડ ભારતીયોએ આ સ્વદેશી એપને ડાઉનલોડ કરી છે. શેરચેટે જણાવ્યું કે, MyGovIndiaએ કંપની સાથે પાર્ટનરશિપ કરી છે જેનાથી આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડાયેલા 60 મિલિયન એક્ટિવ યૂઝર્સને કનેક્ટ કરી શકાય.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો
આ સ્વદેશી એપ શેરચેટને દર કલાકે આશરે 5 લાખ લોકો ડાઉનલોડ કરી રહ્યા છે. શેરચેટ એપને પ્લેસ્ટોર પર 150 મિલિયનથી વધુ ડાઉનલોડસ થયા છે. ભારતમાં શેરચેટ એપ ચીનની Helo અને TikTokને જબરદસ્ત ટક્કર આપી રહી છે. Helo અને TikTok ચીનની ByteDance કંપનીની એપ્સ છે જેના પર સરકારે બેન લગાવી દીધો છે. આ બેનને કારણે શેરચેટ જેવી ઘણી સ્વદેશી એપ્સની ડિમાન્ડ ખૂબ વધી રહી છે.
આ કંપનીએ લોન્ચ કરી સ્માર્ટફોનમાં યુઝ કરી શકાય તેવી 1TBની પેનડ્રાઈવ
ભારતની ડીઝીટલ સ્ટ્રાઈકથી ચીન ગભરાયું, જાણો શું આપી પ્રતિક્રિયા
કંપનીએ દાવો કર્યો છે કે, ચીની એપ પર બેન મૂકવાના નિર્ણયને સાથ આપવા માટે 1 લાખથી વધુ લોકોએ શેરચેટ પ્લેટફોર્મ પર પોસ્ટ કરી છે. અને 10 લાખ લોકોએ પોસ્ટ પણ લાઈક કરી છે. અમારા યુઝર્સ રોજ ઓછામાં ઓછી 25 મિનિટ આ પ્લેટફોર્મ પર પસાર કરી રહ્યા છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે, 15 ભારતીય ભાષાને શેરચેટ સપોર્ટ કરે છે અને હાલ 6 કરોડથી વધુ મન્થલી એક્ટિવ યુઝર્સ છે.
શેરચેટ 4 વર્ષ જૂનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. શેરચેટ 15 ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે. હિન્દી, મલયાલમ, ગુજરાતી, મરાઠી, પંજાબી, તેલુગુ, તમિલ, બંગાલી, ઉડિયા, કન્નડ, આસામીસ, હરિયાણવી, રાજસ્થાની, ભોજપુરી અને ઉર્દૂ જેવી ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શેરચેટએ ભારતની પ્રથમ સોશિયલ શેરિંગ એપ છે. જેમાં યુઝર્સ વીડિયો, ઓડિયો, ઈમેજ અને GIF અપલોડ કરીને મિત્રો સાથે શેર કરી શકે છે. આ એપમાં ચેટ કરવા માટેનો ઓપ્શન નથી, પણ વોટ્સએપની મદદથી ઓડિયો, વીડિયો અને ઈમેજ ફોલોઅર્સ સાથે શેર કરી શકાય છે.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ
Leave a Comment