India News

PMની લેહની અચાનક મુલાકાત – આર્મી, એરફોર્સ અને ITBPના જવાનો સાથે વાત કરી

PM Modi reaches leh to security situation

PMની લેહની અચાનક મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચાનક લેહની મુલાકાતે પહોંચ્યા છે. ગલવાનમાં થયેલી હિંસક અથડામણ બાદ મોદી પ્રથમ વખત લેહની મુલાકાતે છે. આ વિશે પહેલાં PM કે PMO દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નહતી. લદ્દાખના નિમુમાં પીએમે સૈન્ય, ITBP અને એરફોર્સના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરીને સ્થિતિની જાતે જાણકારી મેળવી હતી. પીએમ જ્યાં પહોંચ્યા છે તે સ્થળ 11,000 ફુટની ઉંચાઈ પર આવેલુ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

તણાવ ઓછો કરવા માટે ભારત-ચીનના આર્મી અધિકારીઓની વચ્ચે વાતચીત પણ થઈ રહી છે. 30 જૂને લેફ્ટિનન્ટ જનરલ લેવલની ત્રીજી મીટિંગ થઈ હતી. જવાનોની હિમંત વધારવા પીએમ મોદી અચાનક લેહ પહોંચ્યા.

ટાસ્ક ફોર્સનું સૂચન – 14 નહીં આટલા દિવસ શરીરમાં રહે છે કોરોના વાયરસ

ભારતમાં કોરોનાનો નવો રેકોર્ડ, એક જ દિવસમાં આવ્યા આટલા કેસ

મે મહીનાથી ચીન સાથે સરહદ પર તણાવ ચાલી રહ્યો છે. સરહદ પર સ્થિતિ સતત ગંભીર બનેલી છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ મુલાકાત ચોંકાવનારી રહી છે.

આ મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 કોર્પ્સના અધિકારીઓ સાથે વાતચીત કરશે. આ સિવાય તેઓ CDS બિપિન રાવતની સાથે મળીને હાલની સ્થિતિની માહિતી મેળવશે. આ મુલાકાતમાં નોર્થન આર્મી કમાન્ડના લેફ્ટિનન્ટ જનરલ વાયકે જોશી, લેફ્ટિનન્ટ જનરલ હરિંદર સિંહ પણ હાજર રહેશે. પ્રધાનમંત્રી ઘાયલ સૈનિકોની મુલાકાત પણ કરવાના છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ રક્ષા મંત્રી રાજનાથસિંહ લેહની મુલાકાતે જવાના હતા. પરંતું ગુરુવારના રોજ આ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment