Entertainment

સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ના ટ્રેલરે ધૂમ મચાવી, યુટ્યુબ પર સૌથી વધુ લાઈક્સ મળ્યા

Sushant singh film Dil Bechara Trailer beats more than 55 millions like on youtube

સુશાંત સિંહ રાજપૂતના ફેન્સે જે કહ્યું તે કરી બતાવ્યું. સુશાંતની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’નું ટ્રેલર 6 જુલાઈના રોજ રિલીઝ કરવામાં આવ્યું. ટ્વીટર પર તે પહેલાથી જ ટ્રેન્ડ થવા લાગ્યું હતું, અને યુટ્યુબ પર સૌથી વધારે લાઈક મેળવનારું ટ્રેલર બની ગયું છે. જેથી આ ટ્રેલરે ઈતિહાસ રચી દીધો છે. દુનિયાભરના ફેન્સે ‘દિલ બેચારા’ના ટ્રેલરને એટલું જોયું કે ટ્રેન્ડિંગ થવા લાગ્યું છે.

‘દિલ બેચારા’ નું ટ્રેલર સોમવારે સાંજે 4 વાગ્યે અપલોડ થયું હતું અને 21 કલાકમાં જ 55 લાખ લોકોએ લાઈક પણ કર્યું હતું. આ સાથે જ તેણે કેટલાક રેકોર્ડ્સ પણ તોડી નાખ્યા છે. અત્યાર સુધીની સૌથી બ્લોકબસ્ટર ફિલ્મ ‘અવેન્જર્સઃ ઈન્ફીનિટી વોર’ અને ‘અવેન્જર્સઃ ઈન્ડગેમ’થી પણ વધારે લાઈક છે. આ ટ્રેલરને અઢી કરોડથી પણ વધુ લોકોએ જોઈ લીધું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

સૌથી વધુ લાઈક ધરાવનાર ટ્રેલર

—  દિલ બેચારા (2020) – 5.5 મિલિયન
—  એવેન્જર્સ: ઈન્ફિનિટી વોર (2017) – 3.6 મિલિયન
—  એવેન્જર્સ: એન્ડગેમ (2019) – 3.2 મિલિયન

આ ફિલ્મનું અગાઉ નામ કીઝી ઔર મેની રાખવામાં આવ્યું હતું, તે પછી 2019માં ફિલ્મનું નામ બદલીને ‘દિલ બેચારા’ રાખવામાં આવ્યું. આમ તો આ ફિલ્મ પહેલા 2019ના નવેમ્બરમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોઈ કારણોથી રિલીઝ ના થઈ શકી. હવે ફિલ્મ ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 24 જુલાઈના રોજ બધા માટે ફ્રીમાં સ્ટ્રીમ થવાની છે.

આ ફિલ્મથી સુશાંતનો મિત્ર અને કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું છે. જ્યારે ફિલ્મની લીડ એક્ટ્રેસ સંજના સાંઘીની પણ આ ડેબ્યુ ફિલ્મ છે. ફિલ્મમાં સૈફ અલી ખાનનો સ્પેશિયલ અપિઅરન્સ છે.

ફિલ્મ હોલિવૂડની ફિલ્મ ‘ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ’ની રિમેક છે. જેની કહાણી બે એવા કેન્સરથી પીડિત કપલની છે, જેમને માલુમ છે કે તેમનો અંત સુખદ નથી, તેમ છતાં બંનેને એકબીજા સાથે ખુબ જ પ્રેમ થઈ જાય છે. બંનેની પસંદ-નાપસંદ મળે છે, બંનેને પુસ્તકોથી પ્રેમ છે. બંનેમાં એક જ ડર છે અને બંને હૃદયને સ્પર્શનારી વાતો કરે છે. બંને એકપળ માટે પણ એકબીજાથી અલગ નથી રહી શકતા. આ ફિલ્મ સુશાંતના ફેન્સને ભાવુક કરનારી છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment