India News

ટાસ્ક ફોર્સનું સૂચન – 14 નહીં આટલા દિવસ શરીરમાં રહે છે કોરોના વાયરસ

Task Force says coronavirus stays in the body 28 days

કોરોના વાયરસની રોજરોજ નવી-નવી બાબતો આવે છે. હાલમાં જ કોવિડ ટાસ્ક ફોર્સના સક્રિય સભ્યએ નવા પ્રોટોકોલની વાત કરી છે. તેમના મતે કોરોના સંક્રમણના દર્દીઓને હોસ્પિટલમાં રહેવાનો સમય અને દવાઓનો કોર્સ વધારવો જોઈએ. હોસ્પિટલના બિછાનેથી મીટિંગોમાં ભાગ લઈ રહેલા ટાસ્ક ફોર્સના આ સભ્યની સલાહ છે કે, કોરોનાના દર્દીઓની સંભાળ લાંબા સમય સુધી થવી જોઈએ. કારણ આ વાયરસના ઈન્ફેક્શનની સાઈકલ 28 દિવસમાં પૂરી થાય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

અગાઉ માનવામાં આવતું હતું કે, કોરોના વાયરસ 14 દિવસ સુધી શરીરમાં રહે છે પરંતુ ટાસ્ક ફોર્સના સભ્યના મતે આ સમયગાળો 28 દિવસનો છે. મહારાષ્ટ્ર સરકાર અને વરિષ્ઠ ડૉક્ટરો સાથે સારવારના પ્રોટોકોલ વિશે વાત કરતાં ટાસ્ક ફોર્સે કહ્યું કે, લક્ષણો ના દેખાતા તેવા દર્દીને 10મા દિવસે રજા આપવાના નિયમમાં બદલાવ લાવવો જોઈએ. ટાસ્ક ફોર્સના એનાલિસિસ અને હોસ્પિટલમાં દાખલ સભ્યના અનુભવના આધારે તેમણે જણાવ્યું કે, ઘણા કિસ્સાઓમાં દર્દીઓને 14મા દિવસ પછી પણ સાયટકીન સ્ટોર્મનો અનુભવ થઈ શકે છે.

સાયટકીન સ્ટોર્મ માનવ શરીરની ઈમ્યૂનિટિ સિસ્ટમનું રિએક્શન છે. જે ઈન્ફેક્શન કે કોઈ પ્રકારના ટ્રોમા સામે લડવા માટે કામ આવી શકે છે. ઈમ્યૂન સેલ્સ ચેપગ્રસ્ત થયેલા શરીરના ભાગ કરતાં પણ વધુ વિસ્તારમાં ફેલાય છે અને હેલ્ધી ટિશ્યૂને નુકસાન પહોંચાડે છે. ટાસ્ક ફોર્સના હેડ ડૉ. સંજય ઓકે સૂચન આપ્યું કે, Remdesivir નામની દવા સ્વેબ ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી તરત જ આપવાની શરૂ કરી દેવી જોઈએ. આ દવા 5 ની જગ્યાએ 10 દિવસ સુધી દર્દીઓને આપવી જોઈએ. હાલ કોરોનાગ્રસ્ત દર્દીઓને પાંચ દિવસ આ દવા આપવામાં આવે છે.

આ સ્વદેશી એપને થોડા જ કલાકોમાં 1.5 કરોડ ભારતીયોએ ડાઉનલોડ કરી

આ કંપનીએ લોન્ચ કરી સ્માર્ટફોનમાં યુઝ કરી શકાય તેવી 1TBની પેનડ્રાઈવ

દર્દીઓને ડિસ્ચાર્જ કરવાની બાબતે ટાસ્ક ફોર્સે 6 મિનિટનો વૉક-ટેસ્ટ લેવાની પણ સલાહ પણ આપી. ટાસ્ક ફોર્સ પ્રમાણે, અવાજમાં નોંધપાત્ર ફેરફાર, રુંધાયેલો અવાજ, ઉધરસ કે શ્વાસ લેવામાં તકલીફ હોય તો દર્દીને ડિસ્ચાર્જ ના કરવો જોઈએ. દર્દીઓને ડિસ્ચાર્જ આપતા પહેલા કાર્ડિયાક એન્ઝાયમ્સ ટેસ્ટ, ECG, 2D ECO જેવા ટેસ્ટ, અને તેના રિપોર્ટનું મોનીટરીંગ કરવું જોઈએ.

ટાસ્ક ફોર્સના પત્રમાં ડિસ્ચાર્જ થયા બાદ મોતને ભેટતા લોકો માટે પણ ચિંતા પણ વ્યક્ત કરી છે. કોરોના દર્દીઓના ડિસ્ચાર્જ થયા પછી 2 ટકા જેટલા દર્દીઓના મોત થાય છે. ટાસ્ક ફોર્સે એ પણ સૂચન કર્યું છે કે, દર્દીઓને ડિસ્ચાર્જ કર્યા પછી 2 અઠવાડિયા સુધી ફોલોઅપ લેતા રહેવું જોઈએ.

કોરોના વાયરસની ગંભીરતાને જોતાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓથી ઓછામાં ઓછા 28 દિવસ દૂર રહેવું જોઈએ. સાથે જ ડૉક્ટરે આપેલી સૂચનાઓનું ગંભીરતાથી પાલન કરવું જોઈએ.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment