Utility

ટેલિગ્રામમાં પણ હવે વીડિયો કોલિંગ થશે, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

Telegram launches new video calling features for users

સોશ્યિલ મીડિયામાં ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ ટેલિગ્રામે (Telegram) ફાઈનલી વીડિયો કોલિંગ ફીચર લોન્ચ કર્યું છે. કોરોનાકાળમાં યુઝર્સની ડિમાન્ડને ધ્યાનમાં રાખી અને ઝૂમ જેવી એપને ટક્કર આપવા કંપનીએ આ નવું ફીચર લોન્ચ કર્યું છે. એન્ડ્રોઈડ (Android) અને iOS બંને યુઝર્સ માટે તેને લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિચરનો ઉપયોગ કરવા માટે તમારે ટેલીગ્રામનું અપડેટેડ વર્જન (latest version) ડાઉનલોડ કરવું પડશે.

સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને મેસેજની જેમ વીડિયો કોલિંગ પણ એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટેડ હશે. કંપનીએ એપ્રિલ મહિનામાં જ આ ફીચર લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. જે હવે લોન્ચ કરી દેવામાં આવ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

Advertisement

થોડા દિવસ પહેલાં જ ટેલિગ્રામમાં નવાં ફીચરનો ઉમેરો કરવામાં આવ્યો હતો. જેમાં ન્યૂ ઈમોજી અને સ્ટિકર તેમજ સિક્યોરિટીની અપડેટ આપવામાં આવી હતી. ટૂંક સમયમાં કંપની વીડિયો કોલિંગને ધ્યાનમાં રાખીને નવાં ફીચર લોન્ચ કરશે. ટેલિગ્રામ એપને પ્લે સ્ટોર પર અત્યાર સુધીમાં 50 કરોડથી વધારે ડાઉનલોડ્સ મળ્યા છે. કમ્યૂનિકેશન કેટેગરીમાં આ એપ ચોથા નંબરે છે.

કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ કેમ ફરીથી એડમિટ થઈ રહ્યા છે દર્દીઓ?

કેવી રીતે કરશો આ ફિચરનો ઉપયોગ ?

વીડિયો કોલિંગ માટે તમારે અન્ય યુઝરની પ્રોફાઈલ ઓપન કરવાની રહેશે.


ત્યારબાદ વીડિયો કોલિંગ આઈકોન પર ક્લિક કરી કોલિંગ કરી શકાશે.


જોકે હાલ કંપનીએ માત્ર વન ટુ વન વીડિયો કોલિંગ ફીચર લોન્ચ કર્યું છે. ગ્રૂપ કોલિંગ ફીચર ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.


મજાની વાત તો એ છે કે તેમાં પિક્ચર ઈન પિક્ચર વીડિયો કોલિંગ સપોર્ટ મળે છે. અર્થાત યુઝર ચેટ સ્ક્રોલ કરતાં સમયે પણ કોલિંગની મજા માણી શકે છે.


વોઈસ અને વીડિયો કોલિંગ સ્વિચ પણ કરી શકાશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment