કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ કેમ ફરીથી એડમિટ થઈ રહ્યા છે દર્દીઓ?

કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ કેમ ફરીથી એડમિટ થઈ રહ્યા છે દર્દીઓ?

કોરોના વાયરસથી સાજા થયેલા દર્દીઓની પરેશાની ખતમ થઈ રહી નથી. ICUમાં અને વેન્ટિલેટર્સ પર ઘણા દિવસો સુધી રહીને ડિસ્ચાર્જ થવા છતાં ફરીથી સમસ્યા થઈ રહી હોવાનું સામે આવ્યું છે. કોરોના થયેલ દર્દી સાજો થાય છે, તેને વાયરસ મુક્ત જાહેર કરીને ડિસ્ચાર્જ કરી દેવાય છે. પરંતુ થોડા જ દિવસો કે અઠવાડિયાઓ બાદ તેને કોરોના વાયરસ સાથે જોડાયેલા કોઈને કોઈ લક્ષણો ફરી જોવા મળે છે. થાકથી લઈને શ્વાસ લેવામાં સમસ્યા સામાન્ય લક્ષણો છે પરંતુ કેટલાક કેસોમાં ફેફસામાં પરેશાની સાથે લોહીના ગઠ્ઠા બનવા અને સ્ટ્રોક પણ જોવા મળી રહ્યો છે.

ડિસ્ચાર્જ દર્દીઓમાં આવી સમસ્યાઓ સામે આવ્યા બાદ ઘણી હોસ્પિટલોએ ઘણા પગલા ભર્યા છે. તેમાં ડેડિકેટેડ ક્લિનિક્સ જે પોસ્ટ-કોવિડ કેર આપે છે તેનાથી લઈને વોટ્સએપ ગ્રુપ બનાવવા સામેલ છે. આ ગ્રુપ્સમાં ડોક્ટર્સ અને દર્દી સામેલ હોય છે, જેનાથી મોનિટરિંગ અને ફીડબેક પ્રોસેસ સારી રીતે થઈ શકે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

હાલમાં જ નોઈડાની એક હોસ્પિટલને ત્યારે એલર્ટ કરવામાં આવી જ્યારે ડિસ્ચાર્જ દર્દીના ઓક્સિજન લેવલમાં ઘણો મોટો ઘડાટો જોવામાં આવ્યો અને તેને શ્વાસ લેવામાં તકલીફ હતી. દર્દીની સ્થિતિ વધારે ખરાબ થાય તે પહેલા જ તેને એડમિટ કરી દેવાયો. શારદા હોસ્પિટલના ડો. અજીત કુમારે કહ્યું, 45 વર્ષના દર્દીને જુલાઈમાં ડિસ્ચાર્જ કરાયો હતો અને ઓગસ્ટની શરૂઆત માં ફરી એડમિટ કરાયો કારણ કે તેના ફેફસામાં ઈન્ફેક્શન હતુ અને ઓક્સિજન લેવલ ઓછું હતું. આ સ્થિતિ ત્યારે છે જ્યારે કોવિડ-19ની રિપોર્ટ નેગેટિવ આવી હતી.

દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલના સીનિયર ચેસ્ટ ફિઝિશિયન ડો. અરૂપ બસુ મુજબ, કોવિડ-19 ફેફસાને નુકસાન પહોંચાડે છે. ઈન્ફેક્શન ખતમ થયા બાદ પણ તેના નુકસાનની અસર રહે છે. તેમણે કહ્યું, મોટા ટિશ્યૂ પર રહેલા નિશાન ફેફસાને ઠીકથી કામ નથી કરતા દેતા અને વધારે ઓક્સીજનની જરૂર પડે છે. તેમણે 22 વર્ષના દર્દીની ઉલ્લેખ કર્યો જે મહિના પહેલા સાજો થઈ ગયો હતો, પરંતુ હજુ સુધી ICUમાં છે કારણ કે તેને હાઈ ફ્લો ઓક્સિજન સપોર્ટની જરૂર પડે છે.

ડોક્ટર્સે ડર છે કે કોરોનાની મહામારીના કારણે મોટી સંખ્યામાં લોકોના ફેફસા ખરાબ થશે જેને ઠીક કરવા મુશ્કેલ હશે. દર્દીને જોઈ કોઈ અન્ય બીમારી જેવી કે ડાયાબિટિસ હોય તો તેને નોર્મલ કરવો મોટો પડકાર હશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment