World

એવું કયું શહેર છે, જ્યાં જઈને ‘કિસ’ કરો તો તમારું નસીબ ચમકી જાય છે!

એવું કયું શહેર છે, જ્યાં જઈને ‘કિસ’ કરો તો તમારું નસીબ ચમકી જાય છે!

(તસવીર – સોશિયલ મીડિયા)

મેક્સિકોનું શહેર ગુઆનાયુઆટોને પોતાની રીતે ઘણીરીતે અનોખું માનવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે જો કોઈ આ શહેરની ગલીઓમાં ‘કિસ’ કરી લે તો તેનું નસીબ આગામી 15 વર્ષો સુધી શાનદાર બની જાય છે. ગુઆનાયુઆટોની આ ખાસિયત પર લોકોને એટલો વિશ્વાસ છે કે અહીં વર્ષભર કપલ લાઈન લગાવીને પોતાનો વારો ક્યારે આવે તેની રાહ જુવે છે. જેથી તેમના નસીબના સિતારા બુલંદ બની જાય.

ગુઆનાયુઆટો શહેર મેક્સિકોના 32 રાજ્યોમાંથી એક રાજ્ય છે. દેશના મધ્યમાં વસેલું શહેર સ્પેનિશ લોકોએ 15મી સદીમાં વસાવ્યું હતું. પ્રાકૃતિક સંશાધનોથી ભરપૂર હોવાના કારણે જલ્દી ગુઆનાયુઆટો દેશમાં ખેતી અને પશુપાલનના મામલામાં નંબર 1 શહેર બની ગયું. તેનું નામ મેક્સિકોની એક લુપ્ત થતી ભાષા પર રાખવામાં આવ્યું હતું. જેનો અર્થ થાય છે દેડકાઓનો પહાડ. અહીં દેડકા પણ ઘણા જોવા મળે છે. જે શહેરી વસ્તી વધવાની સાથે ગાયબ થવા લાગ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

એવું કયું શહેર છે, જ્યાં જઈને ‘કિસ’ કરો તો તમારું નસીબ ચમકી જાય છે!

(તસવીર – સોશિયલ મીડિયા)

મેક્સિકોનું આ જૂનું શહેર હવે ખેતી માટે નહીં પણ બીજા એક કારણોસર લોકપ્રિય થયું છે. અહીંયા એક ગલી છે, જેને એલે ઓફ ધ કિસ કહે છે. એટલે કે પ્રેમની ગલી, આ ગલીના અનોખા નામ પાછળની કહાની પણ અનોખી છે. કહેવાય છે કે પંદરમી સદીમાં અહીં એના અને કાર્લોસ નામના પ્રેમી-પ્રેમીકા રહેતા હતા. તે સમયે કાર્લોસ અને એના સંતાઈને આ ખાસ ગલીમાં મળતા હતા.

આ પણ વાંચો – ગુજરાતમાં ગરબા થશે કે નહિ ? નવરાત્રી, દશેરા અને દિવાળીના તહેવારો માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન

(તસવીર - સોશિયલ મીડિયા)

(તસવીર – સોશિયલ મીડિયા)

બંને મેક્સિકન પ્રેમી-પ્રેમિકાની આર્થિક સ્થિતિ અલગ-અલગ હતી. પહેલા બંને એકબીજાને ના મળે તે માટે તેમને ધમકીઓ મળતી હતી. આમ છતા તે માન્યા ન હતા. જેથી તેના અમીર પિતાએ એનાની હત્યા કરી દીધી હતી. એનાને બચાવતા કાર્લોસનું પણ મોત થયું હતું. બંનેના મોત જે ગલીમાં થયા હતા. તે ગલીને પછી એલે ઓફ ધ કિસ નામ આપવામાં આવ્યું હતું.

કહેવામાં આવે છે કે કોઈ કપલ મેક્સિકોની આ ગલીમાં જઈને એકબીજાને કિસ કરી લે તો તેમનો સાથ તો બની જ રહે છે પણ આગામી 15 વર્ષો સુધી તેમનું નસીબ પણ ચમકી જાય છે. પંદર વર્ષની માન્યતા પાછળ કોઈ તર્ક નથી પણ મેક્સિકન લોકોમાં આ શહેર અને ગલની ખાસ માન્યતા છે. અહીં આવીને કપલ સાથે નામ લખે છે, ભેટે છે અને એકબીજાને કિસ કરે છે. જેથી આખી જીંદગી એક સાથે રહી શકે તેવું માનવામાં આવી રહ્યું છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment