Gujarat News

ગુજરાતમાં ગરબા થશે કે નહિ ? નવરાત્રી, દશેરા અને દિવાળીના તહેવારો માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન

Government declare guideline for navratri garba and other fastival

ગુજરાતમાં ગરબા થશે કે નહિ ? છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરના ખેલૈયાઓ રાહ જોઈ રહ્યા અને ચર્ચાનો વિષય બન્યો હતો કે રાજ્ય સરકાર નવરાત્રી યોજવા માટે મંજૂરી આપશે કે નહીં, જોકે આજે સરકાર દ્વારા ગાઈલાઈન જાહેર કરવામાં આવી છે. જે અનુસાર રાજ્યમાં કોઇપણ ગરબાનું જાહેરમાં આયોજન કરી શકાશે નહીં.

નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી જ કરી શકાશે. પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ કરી શકાશે નહીં. આરતીમાં પ્રસાદ વિતરણ પણ નહીં કરી શકાય. સરકારે કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને નવરાત્રીના ગરબા, દશેરા, બેસતાવર્ષ સહિતના તહેવારોની ઉજવણી માટે સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. જેનો અમલ 16 ઓક્ટોબરથી કરવાનો રહેશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

નવરાત્રી, દશેરા, શરદપૂર્ણિમા, દિવાળી, નૂતન વર્ષના સ્નેહમિલન, ભાઈ બીજ જેવા ઉત્સવો ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે જ ઉજવવા સલાહભર્યું છે. આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે સ્થાનિક વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી આવશ્યક છે. રાવણ દહન, રામલીલા, મેળા, રેલી, પ્રદર્શનો, શોભાયાત્રા જેવા સામૂહિક કાર્યક્રમો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ સૂચનાઓના ભંગ થવાના કિસ્સામાં જે તે સ્થળ સંચાલક-આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તમામ કાર્યક્રમો દરમિયાન તબીબી સુવિધાઓ ત્વરાએ ઉપલબ્ધ થાય તેનો જરૂરી પ્રબંધ પણ કરવાનો રહેશે.

રાજ્ય સરકારે શું બહાર પાડી ગાઈડલાઈન

આ નિર્ણય અનુસાર નવરાત્રી દરમિયાન રાજ્યમાં કોઈપણ ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહી.

નવરાત્રી દરમિયાનન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/ મૂર્તિ ની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદ વિતરણ નહીં કરી શકાય.

આ માટે સ્થાનિક વહીવટી તંત્રની મંજુરી લેવી આવશ્યક રહેશે

200થી વધુ વ્યક્તિઓ એકત્રીત થઈ શકશે નહીં તેમજ આ કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે. તમામ SOP નું પાલન અવશ્ય કરવાનું રહેશે.

કન્ટેન્ટમેન્ટ ઝૉન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહના આયોજનમાં પણ કેટલીક ચોક્ક્સ શરતોને આધીન પરવાનગી અપાશે.

છ ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સ અને તે માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે.

સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવો પડશે.

થર્મલ સ્કેનર, સેનીટાઈઝર સાથે ઓકસી મીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઈક, ખુરશીને સમયાંતરે સેનીટાઈઝ કરવાના રહેશે.

હેન્ડવોશ, સેનીટાઈઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે.

સમારંભ દરમિયાન થૂકવા તેમજ પાન-મસાલા ગુટખા સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

65થી વધુ વયના વયસ્ક નાગરિકો, 10 વર્ષથી નીચેની વયના બાળકો, સગર્ભા માતાઓ તેમ જ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આવા સમારંભોમાં ભાગ ન લે તે હિતાવહ છે.

જો આવા સમારંભો હોલ, હોટલ, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ, જ્ઞાતિ સમાજોની લગ્નવાડી, ટાઉન હોલ કે અન્ય બંધ સ્થળે યોજવામાં આવે ત્યારે આવા સ્થળ ની કેપેસિટી ના 50 ટકા કે વધુમાં વધુ ૨૦૦ વ્યક્તિની મર્યાદામાં જ યોજી શકાશે.

લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીમાં 100 વ્યક્તિઓ ભાગ લઈ શકશે.

મૃત્યુ બાદની અંતિમ ક્રિયા – ધાર્મિક વિધિમાં 100 વ્યક્તિઓની જ મર્યાદા રહેશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment