Ahmedabad Gujarat News

ગુજરાતના આ શહરેમાં આવ્યું રાત્રી દરમિયાન કર્ફ્યુ, જાણો સમગ્ર વિગત

AMC declared curfew in ahmedabad from 9 pm to 6 am

ગુજરાત રાજ્યમાં અને અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે કોરોના નાથવા AMC દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને આવતીકાલથી રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુનો રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

દિવાળીના તહેવાર બાદ જે પ્રકારે કોરોનાની સ્થિતી સર્જાઈ છે તેના કારણે સૌથી ખરાબ સ્થિતી અમદાવાદની છે. અચાનક કેસોમાં ખુબ જ વધારો થતા ન માત્ર બંધ કરાયેલા કોરોના વોર્ડ શરૂ કરવાની ફરજ પડી હતી પરંતુ હવે જે નવા વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે તે પણ હવે ખુટવા લાગ્યા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

Advertisement

20 નવેમ્બરથી (આવતીકાલથી) આગામી સુચના સરકાર દ્વારા ન આપવામાં આવે ત્યાં સુધી આ કર્ફ્યું યતાવત્ત રહેશે.

AMCનો એકશન પ્લાન

શહેર સતત વધી રહેલા કોરોના કેસ અંગે ખૂબ જ મોટો નિર્ણય.

રાતના 9 થી 6 સુધી કરફ્યુ રહેશે.

આ પણ વાંચો – 23 નવેમ્બર થી શરૂ થતી શાળાઓ માટે આવી માર્ગદર્શિકા

સરકાર સાથે પરામર્શ કર્યા બાદ AMC તરફથી અધિક મુખ્ય સચિવ ની જાહેરાત.

અમદાવાદ ના દર્દીઓ માટે 900 નવા બેડ તૈયાર કરવામાં આવ્યા.

સોલા સિવિલ માં 400 બેડ, અસારવા સિવિલ કેમ્પસમાં 400 બેડ અને ગાંધીનગર સિવિલમાં 100 બેડ વધારવામાં આવ્યા.

સરકાર દ્વારા 300 વધુ તબીબો અને 300 મેડિકલ સ્ટુડન્ટસ પણ ફાળવવામાં આવ્યા.

108 એમ્બ્યુલન્સ સેવાની સંખ્યા 20 થી વધારી 40 કરાઈ.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment