Ahmedabad Gujarat News

બ્રેકિંગ: આવતીકાલ રાતના 9 વાગ્યાથી સોમવાર સવારના 6 વાગ્યા સુધી અમદાવાદમાં સંપૂર્ણ કર્ફ્યૂ

Complete curfew in Ahmedabad tomorrow from 9pm to till Monday 6am

  • અમદાવાદમાં સંપૂર્ણ કર્ફ્યુ
  • શુક્રવારની રાતે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યૂ લાગુ રહેશે
  • શહેરમાં સતત 60 કલાક સુધી કર્ફ્યૂ રહેશે

અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. દિવાળી અને નવા વર્ષની ઉજવણી દરમિયાન વધેલા કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા માટે શહેરમાં શુક્રવારની રાતે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. આ દરમિયાન અમદાવાદમાં માત્ર દૂધ અને દવાની દુકોનો જ ખુલ્લી રહેશે. હાલ બીજા કોઈ પણ શહેરમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો નથી.

આ અંગેની માહિતી અધિક મુખ્ય સચિવ અને અમદાવાદમાં કોરોની સ્થિતિને કાબૂમાં લેવા નિમણૂક કરેયાલ OSD ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ ટવિટ કરીને આપી છે.

લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment