India News

નવી ગાઈડલાઈન / સંક્રમણ અટકાવવા રાજ્યો પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નિર્ણય લઈ શકે છે

Coronavirus new guideline for states

કેન્દ્ર સરકાર દ્વારા કોરોના અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. કેન્દ્રએ દરેક રાજ્યોને કહ્યું કે સાવચેતી રાખવી જોઈએ. કન્ટેનમેન્ટ, ખરેખ તથા સાવધાનીની દ્રષ્ટિએ કડક વલણ અપનાવવું પડશે. રાજ્યોને છૂટ આપવામાં આવી છે કે રાજ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિયંત્રણો લાગૂ કરી શકે છે. કેન્દ્રની આ ગાઈડલાઈન 1લી ડિસેમ્બરથી લાગૂ થશે. કેન્ટેનમેન્ટ ઝોનમાં નાઈટ કર્ફ્યૂ પણ લાદી શકે છે. જોકે, કેન્દ્રએ આ સાથે એ પણ સ્પષ્ટ કર્યું છે કે કન્ટેનમેન્ટ ઝોનની બહાર સ્થાનિક સ્તર પર લોકડાઉન કરવા માટે કેન્દ્રની મંજૂરી મેમેળવવાની રહેશે.

કેન્દ્ર સરકારે વધુ 43 મોબાઈલ એપ પર લગાવ્યો પ્રતિબંધ

ગુજરાતમાં લગ્ન સહિત અંતિમવિધિ માટે કેટલા લોકોને પરવાનગી, જાણો નવી ગાઈડલાઈન

કોરોનાની પેટર્ન બદલાઈ – હવે આખા પરિવારને સંક્રમણ થવાના કેસ વધી રહ્યા છે

સરકારે એ પણ કહ્યું છે કે અત્યાર સુધીમાં કોરોના સામેની લડાઈમાં આપણે સફળ રહ્યા છીએ. દેશમાં એક્ટિવ કેસોની ઘટી રહેલી સંખ્યાને જોતા આ બાબત સ્પષ્ટ થાય છે. દિવાળીના તહેવારો તથા કેટલાક રાજ્યોમાં કેસો વધવાની સ્થિતિ જોવા મળી છે. એવામાં દરેક રાજ્યોએ જયાં કન્ટેનમેન્ટ એરિયા હોય એવામાં કડક નિયમો લાગુ કરવા પડશે.

શું છે નવી ગાઈડલાઈન

રાજ્યોએ કન્ટેનમેન્ટ ઝોનમાં દરેક નિયમોનું કડક પાલન કરવાનું રહેશે, અને એ જવાબદારી જિલ્લા વહીવટી તંત્રની રહેશે.

રાજ્યોને એ પણ છૂટ આપવામાં આવી છે કે તેઓ સ્થિતિને ધ્યાનમાં રાખીને નિયંત્રણો મૂકી શકે છે.

જેટલા પણ કન્ટેનમેન્ટ ઝોન્સ હોય તેની યાદી જિલ્લા સંબંધિત રાજ્યોની વેબસાઈટ્સ પર મૂકવાની રહેશે.

કન્ટેનમેન્ટ ઝોનમાં કડક અમલ અને લોકોની અવર-જવરને અટકાવાની રહેશે. ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ તથા મેડિકલ સામગ્રી માટે જ છૂટ મળશે.

સર્વિલન્સ ટીમ ઘરે ઘરે જઈ કોરોનાના લક્ષણ ધરાવતા લોકોની ઓળખ કરશે. અને પ્રોટોકોલ પ્રમાણે ટેસ્ટિંગ હાથ ધરવાના રહેશે.

જે પણ લોકો સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય એવા લોકોની યાદી બનાવવી. તેમજ તેમની ઓળખ કરી ટ્રેક કરવા તથા ક્વોરેન્ટિન કરવામાં આવે.

કોરોના સંક્રમિત વ્યક્તિની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવે અથવા તેને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવે. જરૂર પડે તો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે.

જે પણ નિયંત્રણો લાગૂ કરવામાં આવ્યા હોય તેવા નિયમોનું પાલન કરાવવા માટે સ્થાનિક પ્રશાસન તથા પોલીસની જવાબદારી રહેશે.

સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે ઓફિસ કે કાર્યાલયોમાં એક સાથે વધારે સ્ટાફ ન હોવા જોઈએ.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment