અમદાવાદ માટે આવ્યા મહત્વના સમાચાર, કર્ફ્યૂ લંબાવાશે કે નહીં?

By | November 22, 2020

Curfew will not increased in Ahmedabad, only night curfew will remain

દિવાળીના તહેવારો બાદ આખા ગુજરાતમાં કોરોનાએ માથું ઉચક્યું છે. એવામાં અમદાવાદમાં કોરોનાના કેસ વધતા શુક્રવાર રાત્રીના 9 વાગ્યાથી સોમવાર સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. આમ શહેરમાં આશરે 57 કલાક જેટલા કર્ફ્યુની અવધિ પુરી થવા જઈ રહી છે, ત્યારે હવે કર્ફ્યુ લંબાશે કે મુક્તિ આપવામાં આવશે એ પ્રશ્ન સૌ કોઈના મનમાં છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

આમ એક ખાનગી ન્યુઝ ચેનલના ઇન્ટરવ્યૂમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, અમદાવાદમાં કર્ફ્યુ વધારવામાં આવશે નહીં. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં માત્ર રાત્રી દરમિયાન જ કર્ફ્યુ રહેશે. આ કર્ફ્યુની રાતના 9 વાગ્યા થી સવારના 6 વાગ્યા સુધી રહેશે. આ સાથે જ રાજ્યના ચારેય મુખ્ય શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે.

આ પણ વાંચો – લીલી પરિક્રમા આ વખતે યોજાશે કે નહિ, તંત્રએ લીધો આ નિર્ણય

આ પણ વાંચો –  અમદાવાદમાં કર્ફ્યુ દરમિયાન નિરવ શાંતિ જોવા મળી, જુઓ તસ્વીરોમાં

આમ આવતીકાલે સવારથી અમદાવાદનું દિવસનું જનજીવન પુનઃ ધબકતું થશે. ફરી પાછો રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યૂ અમલ કરવાનો રહેશે, જેનો અમલ ચાર મહાનગરોમાં અચોક્કસ મુદત માટે રહેવાનો છે.

રાતે 9 વાગ્યા પહેલા લગ્ન પ્રસંગ પૂર્ણ કરી લેવા પડશે

પોલીસ કમિશનરે જણાવ્યું છે કે, હાલ શહેરીજનો કરફ્યૂમાં સંપૂર્ણ સપોર્ટ કરી રહ્યા છે. બીજી તરફ શહેરમાં લગ્ન સિઝન પણ છે જેના કારણે પરિવારને પરમિશન આપવામાં આવી છે તેની સાથે 9 વાગ્યા પહેલા લગ્ન પ્રસંગ પૂર્ણ કરી લેવામાં આવે તેવી સૂચના પણ છે ત્યારે બાદ રાત્રીમાં કોઈ પરમિશન આપવામાં આવશે નહિં. લોકોને એ પણ અપીલ કરવામાં આવી છે કે, કર્ફ્યૂમાં સમર્થન કરે અને તેમના જે પણ જરૂરી હોય આ કરફ્યૂનો અમલ કરવામાં આવે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *