Gujarat News

ગિરનાર / લીલી પરિક્રમા આ વખતે યોજાશે કે નહિ, તંત્રએ લીધો આ નિર્ણય

Girnar Lili Parikrama not open due to Coronavirus

  • વિશ્વ પ્રસિદ્ધ લીલી પરિક્રમા અંગે લેવાયો મોટો નિર્ણય
  • અનોખું મહાત્મય છે લીલી પરિક્રમાનું

આખા વિશ્વમાં કોરોના વાયરસનું સંકટ ચાલી રહ્યું છે. એવામાં ગુજરાતની સ્થિતિ પણ દિવાળીના તહેવારો બાદ બગડી છે. ખાસ કરીને છેલ્લા 2 દિવસથી 1 હજારથી વધુ કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે. તો બીજી બાજુ અમદાવાદમાં કોરોનાના કેસો વધતા ફરી વધતા અમદાવાદમાં 2 દિવસ સુધીનું કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

ત્યારે બીજી બાજુ જૂનાગઢની વિશ્વ પ્રસિદ્ધ લીલી પરિક્રમાને લઈને સ્થાનિક તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જૂનાગઢના કલેકટર દ્વારા પ્રસિદ્ધ લીલી પરિક્રમાને લઇને મહત્વનો નિર્ણય લીધો છે, આ વર્ષે લીલી પરિક્રમા નહીં યોજવામાં આવે. દિવાળીના તહેવારો પછી રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે આગામી સમયમાં સ્થિતિ વધુ ના બગડે તે માટે આગોતરા પગલારૂપે લીલી પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

અમદાવાદમાં કર્ફ્યુ દરમિયાન નિરવ શાંતિ જોવા મળી, જુઓ તસ્વીરોમાં

23 નવેમ્બર થી શાળા – કોલેજો શરુ થશે કે નહિ ? આ આવ્યો મહત્વનો નિર્ણય

નવું ફીચર – હવે તમારા મેસેજ કોઈ વાંચી જશે તેનો નહીં રહે ડર

ગિરનારની લીલી પરિક્રમાનું અનોખું મહાત્મય રહેલું છે એવી લોકવાયકાઓ સાંભળવા મળે છે, કે ત્યાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ છે અને તેઓ દેવ ઉઠી એકાદશીની રાત્રીએ ગિરનારમાં જાગતા હોય છે. જેથી આ સમયે ગિરનારની પરિક્રમા કરવાનું એક વિશેષ મહત્વ રહેલું છે. પરિક્રમા કરવાથી પાપનો નાશ થાય છે એવું પણ મહાત્મય છે.

પ્રકૃતિના ખોળે ગિરનારમાં દરવર્ષે યોજાતી લીલી પરિક્રમામાં આશરે 10 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.પરિક્રમા કરવા આવતાં યાત્રિકો માટે વિવિધ સંસ્થાઓ- મંદિરો અને વિવિધ સમાજના લોકો દ્વારા અન્નક્ષેત્રો પણ શરૂ કરવામાં આવતા હોય છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment