Gujarat News

23 નવેમ્બર થી શરૂ થતી શાળાઓ માટે આવી માર્ગદર્શિકા

Guidelines for reopen school college in Gujarat

રાજ્ય સરકારે 23 નવેમ્બરથી દિવાળી વેકેશન બાદ માધ્યમિક શાળાઓ અને કોલેજો ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો હોવાનું રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. કોવિડ -19 વાયરસને ધ્યાનમાં રાખીને હોદ્દેદારો સાથે ચર્ચા કર્યા પછી, રાજ્ય સરકારે માધ્યમિક શાળાઓ અને કોલેજો ફરીથી ખોલવાનો નિર્ણય કર્યો છે. તેમના કેમ્પસ ધોરણ દ્વારા સંચાલિત કાર્યવાહી (એસ.ઓ.પી.) અને કેન્દ્ર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા મુજબ કાર્ય કરશે.

માર્ચ મહિનાથી બંધ કરાયેલી શાળાઓ 23 નવેમ્બર થી શરૂ થવા જઈ રહી છે ત્યારે સ્કૂલો માટે ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. જેનું દરેક સ્કૂલે પાલન કરવાનું રહેશે. શિક્ષણમંત્રીએ કહ્યું કે વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાં જવું ફરજિયાત નથી અને કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા માર્ગદર્શિકા મુજબ શિક્ષણનું ઓનલાઇન કલાસ પણ ચાલુ રહેશે.

સોમવાર, બુધવાર અને શુક્રવારે ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓને સ્કૂલે બોલાવી શકાશે.

Advertisement

મંગળ, ગુરુ અને શનિવારે ધોરણ 9 અને 11ના વિધાર્થીઓને સ્કૂલે બોલાવી શકાશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

જે વિધાર્થી સ્કૂલમાં આવે તેની પાસેથી વાલી તરફથી લેખિતમાં સંમતિપત્ર ફરજીયાત લેવાનો રહેશે.

જે વિધાર્થી સ્કૂલમાં ના આવે તેમના માટે ઓનલાઈન ક્લાસ ફરજીયાત ચલાવવાના રહેશે.

આ પણ વાંચો – WhatsApp યૂઝર્સ માટે ખુશખબરી, હવે આ ફીચરથી 7 દિવસમાં બધા મેસેજ થશે ગાયબ

કોઈપણ સંક્રમિત અથવા લક્ષણ ધરાવતા વિદ્યાર્થી કે કર્મચારી સ્કૂલમાં ના પ્રવેશે તેની જવાબદારી સ્કૂલ સત્તાધીશો ની રહેશે.

કન્ટેઈનમેન્ટ ઝોનની શાળાઓ ખુલશે નહીં, આ વિસ્તારમાંથી વિદ્યાર્થી કે કર્મચારી સ્કૂલે આવી પણ શકશે નહીં.

વિદ્યાર્થીઓ તેમજ તમામ કર્મચારીઓએ ફેસ માસ્ક ફરજીયાત પહેરવાના રહેશે.

આ તમામ માર્ગદર્શિકા ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ S.O.P/ ગાઈડલાઈનને અનુસરીને કરવાની રહેશે.(www.education.gov.in પર ઓનલાઈન ઉપલબ્ધ છે)


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment