હાલ સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે વનડે સિરીઝની મેચ ચાલી રહી છે. એવામાં ભારતીય ટીમનું બોલિંગમાં પ્રદર્શન નિરાશાજનક જોવા મળ્યું છે. જોકે ચાલુ મેચે આશ્ચર્ય થાય એવું જોવા મળ્યું.
વાત એવી છે કે એક ભારતીય યુવાને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની લેડીને પ્રપોઝ કર્યું. જેને કેમેરામેન દ્વારા એ સુંદર પળ ક્લિક પણ કરવામાં આવી.
જેનો વિડીયો પણ સામે આવે આવ્યો છે. જોકે, મેદાન બહાર ભારતના આ યુવાને સૌનું દિલ જીતી લીધું હતું.
બ્રોડકાસ્ટર લાઈવ ફોક્સ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં ભારતીય યુવાન ઓસ્ટ્રેલિયન લેડીને પ્રપોઝ કરતો જોવા મળે છે.
છોકરી તેનું પ્રપોઝલ સ્વીકારીને હા પાડીને રિંગ પણ પહેરે છે. પછી કપલ કિસ તેમજ હગ પણ કરે છે. આ દ્રશ્યો જોઈને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પણ ખુશ થઈને તાળી પણ પાડે છે.
માઉન્ટ આબુમાં ઠંડી થી છવાઈ બરફની ચાદર, જુઓ તસ્વીરો
કેન્દ્ર સરકારે વધુ 43 મોબાઈલ એપ પર લગાવ્યો પ્રતિબંધ
ખાસ વાત એ છે કે આ કપલને પોતાની સુંદર પળોનો વિડીયો કે ફોટો ક્લિક કરવાની પણ જરૂર ના પડી.
આ સમગ્ર ઘટનાનો વિડીયો અને ફોટો મેદાન પરના લાઈવ કેમેરામાં સમગ્ર દુનિયામાં દેખાઈ રહ્યા હતા. ઓવરની વચ્ચે જ બનેલી આ ઘટનાના ક્રિકેટરો પણ સાક્ષી બનવાનું ચુક્યા ન હતા.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ
Leave a Comment