Gujarat News

ગુજરાતમાં લગ્ન સહિત અંતિમવિધિ માટે કેટલા લોકોને પરવાનગી, જાણો નવી ગાઈડલાઈન

New Guidelines for Marraige in Gujarat

ગુજરાતમાં કોરોનાએ માથું ઉચક્યું છે એવામાં સતત ચોથા દિવસે 1400થી વધુ કેસ આવ્યા છે. એવામાં ચાર મોટા મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ પણ જાહેર કરવામાં આવ્યો છે.

ત્યારે લગ્ન (Guideline for Marriage) સહીત અંતિમવિધિ માં સામેલ થનારા લોકોની સંખ્યા મામલે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

લગ્ન, સત્કાર સમારોહમાં વધુમાં વધુ 100 વ્યક્તિની મર્યાદા કરી દીધી છે આ સાથે અંતિમ વિધિમાં 50 લોકોને એકઠા થવાની પરમિશન આપી છે. સમગ્ર રાજ્યમાં આ નિર્ણયનો અમલ મંગળવારની મધ્યરાત્રિથી કરવામાં આવશે.

કોરોનાની પેટર્ન બદલાઈ – હવે આખા પરિવારને સંક્રમણ થવાના કેસ વધી રહ્યા છે

તેમજ જે શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તે શહેરોમાં કર્ફ્યૂ સમય દરમિયાન લગ્ન-સત્કાર કે અન્ય સમારોહ ની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

અમદાવાદમાં 1700 જેટલા લગ્નો અટવાયાં અને મોટા ભાગના રદ

અમદાવાદ શહેરમાં 21 અને 22 નવેમ્બરે કર્ફ્યૂં જાહેર થતા 1700 જેટલા લગ્નો પર ગ્રહણ લાગી ગયું છે. વેડિંગ ઈવેન્ટ હવે શરૂ થઈ જતાં જ ફરી કર્ફ્યૂ અને નાઈટ કર્ફ્યૂ આવતા આ વ્યવસાય 8 મહિના બાદ ફરી શરૂ થતાં જ બંધ થઈ ગયો છે.

અમદાવાદમાં શનિવારે 500 અને રવિવારે 1200 એમ કુલ 1700 લગ્નના બુકિંગ થયા હતા.જે રદ કરવા પડ્યા છે. માત્ર એટલું જ નહીં લોકોના ત્યાં મહેમાનો પણ આવી ગયા હતા અને પાર્ટી પ્લોટ પણ બુકિંગ થઈ ગયા હતા. જેને કારણે લગ્ન કરનારા લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment